ન્યાય નું મન્દિર બની ગયું લડાઈ નો અખાડો કોર્ટ પરિસર માં બે વકીલ મહિલા એ મચાવી ધમાલ વાળ પકડી પકડી ને, જુઓ વિડીયો.
આપણા સમાજમાં એવા એવા કેસો સામે આવતા હોય છે કે લોકો નાની નાની એવી વાતોમાં એકબીજા સાથે ઝઘડો કરી બેસતા હોય છે. ક્યારેક અભણ લોકો એકબીજા સાથે કોઈ વાતે ઝઘડો કરે એ વાત તો આપણે ઘણી વખત સાંભળી અને વીડિયો જોયા હશે. પરંતુ આજે એક એવી ઘટના સામે આવે છે કે એક કોર્ટ પરિસરમાં બે મહિલા વકીલ એકબીજા સાથે ઝઘડી પડી હતી અને છૂટા હાથની મારા મારી કરી રહી હતી.
આ ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. આ ઘટનાનો વિડીયો કાસગંજ જિલ્લા કોર્ટનો છે જેમાં જાણવા મળ્યું કે કાસગંજ જિલ્લા સેશન કોર્ટની ફેમિલી કોર્ટની બહાર એડવોકેટ સક્સેના અને જ્યારે બીજા એડવોકેટ અલીગઢના સુનિતા કૌશિક એકબીજા સાથે ખુલ્લા હાથે મારામારી કરતી જોવા મળી હતી અને એકબીજાના વાળ પકડીને કોર્ટ પરિસરમાં એકબીજાને ઢસડતા જોવા મળ્યા હતા.
આ બાબતે ત્યાં કોર્ટ પરિસર માં ભારે સંખ્યામાં લોકો ની ભીડ ઉમટી પડી હતી. ત્યારબાદ એક મહિલા પોલીસ અધિકારીએ ત્યાં આવીને બંને ને શાંત કરાવ્યા હતા અને બંને મહિલા એકબીજા સાથે એવી ઝઘડી રહી હતી કે એકબીજાને છોડવા તૈયાર હતી નહીં. આ વિડીયો જોઈને લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ન્યાયના મંદિરમાં આવી બાખડવાની ઘટના બનતા લોકો ખૂબ જ આ ઘટનાને વખોડી રહ્યા છે.
कासगंज न्यायालय बना जंग का मैदान!@Uppolice pic.twitter.com/zY4Mk9dLKg
— Special Coverage News (@SpecialCoverage) October 28, 2022
આવી ઘટના રોજબરોજ આપણને જોવા મળતી હોય છે અને લોકો એકબીજા ઉપર નાની એવી વાતોમાં મારામારી કરી બેસતા હોય છે. ક્યારેક આવી ઘટના બનતા લોકો એકબીજા ના ખૂન પણ કરી બેસતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!