બે યુવાનો અલગ-અલગ કિન્નરો ના પ્રેમ માં હતા એકદિવસ બંને યુવાનો વચ્ચે થઇ ગયો મોટો ઝગડો..કારણ એવું કે..
ગુજરાત માંથી મારામારી અને પ્રેમ-પ્રકરણ ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પણ અમદાવાદ શહેર માંથી એક અજુગતો કેસ સામે આવ્યો છે. જેમાં બે યુવાનો બે અલગ અલગ કિન્નરો ના પ્રેમ માં હતા. અને કિન્નરો સાથે લિવ ઈન માં પણ રહેતા હતા. પરંતુ, એક દિવસ બને યુવાનો વચ્ચે એકબીજા ની પ્રેમી કિન્નરો ને લઇ ને મોટો ઝગડો થઇ ગયો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, અમદાવાદ માં રહેતા બે અલગ અલગ યુવાનો જે અલગ અલગ કિન્નરો ના પ્રેમ સંબંધ માં હતા આ બે યુવાનો કિન્નરો સાથે લિવ ઈન માં પણ રહેતા હતા એક દિવસે થયું એવું કે બે યુવાનો પૈકી એક યુવાન બહાર ગયો હતો. એમાં બહાર ગયેલ યુવાન ની કિન્નર પ્રેમિકા ને હાજર યુવાન મળવા ગયો જયારે બહાર ગયેલ યુવાન આવ્યો ત્યારે તેને આ વાત ની ખબર પડી.
આ વાત ની ખબર પડતા જ તે યુવાન બીજા યુવાન ને છરી લઇ ને મારવા પહોંચી ગયો. અને થોડા ઘા પણ મારી દીધા હતા. આ ઘટના ની અમદાવાદ ના દાણી લીમડા પોલીસ સ્ટેશન માં જાણ થતા પોલીસે બને યુવાનો ને અટકાયત માં લીધા હતા. આ વાત ની ખબર કિન્નરો ને પડતા તે બંને યુવાનો ને છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચી હતી.
પોલીસ સ્ટેશન પર મોટો હોબાળો કર્યો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશન ના પી.આઈ ડી.વી તડવી એ જણાવ્યું હતું કે, બને કિન્નરો એ પોલીસ સ્ટેશન માં આવીને કપડાં ફાડી ને મોટો હોબાળો મચાવ્યો હતો. તેને કંટ્રોલ માં લાવવા આખો સ્ટાફ લાગી ગયો હતો. આ બાબતે પોલીસે મારામારી નો ગુનો નોંધી ને તપાસ હાથ ધરી હતી. બને યુવકો ની ઉમર 21 અને 22 વર્ષ છે. જયારે કિન્નરો ની ઉમર 35- વર્ષ જાણવા મળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!