આ બેહેન ના શિયાળુ પાક યુરોપ માં પણ છે પ્રખ્યાત સ્વાદ એવો કે લોકો રહી ના શકે 32-જેટલા ગરમમસાલા ઉમેરી અને,
ભારતમાં હવે શિયાળાની ઋતુનો ચમકારો શરૂ થઈ ગયો છે. હવે ભારતમાં સવાર માં શિયાળની ઋતુના અહેસાસ થતો જોવા મળે છે. હવે ધીરે ધીરે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ લોકો પોતાના શરીરને તંદુરસ્તી જાળવવા માટે સવાર સવારમાં બાગ બગીચામાં કસરત કરતા જોવા મળે છે. અને ખાસ કરીને ગુજરાતમાં વસતા લોકો શીયાળુ પાક ના શોખીન હોય છે.
શિયાળો પાકની વાત કરવામાં આવે તો શિયાળુ પાકમાં સાલમપાક, કોપરાપાક, મેથીપાક, અડદિયા પાક, ખજૂર પાક વગેરે જેવા પાકો હોય છે અને શિયાળામાં ગુજરાતવાસીઓ આની મજા માણતા હોય છે. સુરતમાં રહેતા ધર્મિષ્ઠા બહેન કે જે પહેલા આ પાક બનાવવા માટેના મસાલાઓનું વેચાણ કરતા હતા પરંતુ હવે તે પોતાની જાતે જ આવા પાકો બનાવીને લોકોને શિયાળુ પાકનું વેચાણ કરે છે.
જેમાં 32 જાતના આયુર્વેદિક ગરમ મસાલા નાખીને આ પાકને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. આ પાકની માંગ યુરોપમાં રહેતા એન આર આઈ લોકો પણ કરે છે. ધર્મિષ્ઠા બહેન સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તે છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ શિયાળુ પાક બનાવે છે અને તે જાતે જ પોતે આ પાક બનાવે છે. જેથી તેની ગુણવત્તા ઉપર કોઈ અસર નહીં થાય. તે આ પાક બનાવવા માટે અન્ય બહેનોને પણ બોલાવે છે. જેથી તે લોકોને પણ રોજગારી મળી રહે.
તે કહે છે કે તેના પાકની ડિમાન્ડ વિદેશમાં પણ હોય છે જેના ઘણા ઓર્ડર તેને મળતા હોય છે. તે કહે છે કે આ પાક બનાવવા તે ખાંડની જગ્યાએ મધ અને સાકરનો ઉપયોગ કરે છે અને આ પાક બનાવવા માટે તે લાકડાના ચૂલા પર બનાવે છે અને તે તેમાં શુદ્ધ ગાયનું ઘી વાપરે છે. ધર્મિષ્ઠા બહેનના આ પાકની ડિમાન્ડ ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અને તે આ ઋતુ શરુ થતા તેની સાથે જ તેનું કામ પણ શરૂ કરી દેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!