Gujarat

મોતની હડતાલ! ડોકટરોની હડતાલને કારણે યુવકનો ગયો જીવ! અકસ્માત બાદ સારવાર ના મળતા યુવકનું મોત પરિવારે કહ્યું કે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ડોકટરો ને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે કે કારણ કે ડોકટરો નવા જીવનને ધરતી પર લાવવામાં મદદ કરે છે અને દર્દીને મોતના મુખમાંથી બહાર લાવવાની ક્ષમતા રાખે છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ભયાનક રોગ હોઈ પરંતુ ડોકટર પાસે દરેક રોગની દવા હોઈ છે કેજે દર્દીને સાજા થવામાં મદદ કરે છે માટે જ લોકો ડોકટરો ને ભગવાનની માને છે પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

કે જ્યાં એક વ્યક્તિ ને યોગ્ય સારવાર ના મળતા તેનું મોત થયું હતું અને યોગ્ય સારવાર ના મળવાનું કારણ ડોકટરો ની હડતાલ હતી. જેના કારણે ડોકટર ના હોવાથી વ્યક્તિનો જીવ બચી શક્યો નહિ. આ દુખદ ઘટના અંગેની વિગતો આ પ્રમાણે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજયના અનેક ડોકટરો પોતાની અલગ અલગ માંગને લઈને હડતાલ પર છે તેમાં સુરત સિવિલ હોસ્પિટલ ના ડોકટરો નો પણ સમાવેશ થાય છે જણાવી દઈએ કે હાલમાં હડતાલ નો ચોથો દિવસ થઇ ગયો છે અને આ સમયે ઘણી જ ગંભીર માહિતી મળી કે હડતાલ ના કારણે એક ૩૫ વર્ષીય યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

મળતી માહિતી અનુસાર મૃતક યુવક ૩૫ વર્ષનો છે કે જેનું નામ શ્યામ પાસવાન છે જણાવી દઈએ કે શ્યામ ઓક્સિજન-સિલિન્ડર રિફિલિંગનું કામ કરે છે. જો વાત શ્યામ ના પરિવાર અંગે કરીએ તો તેમાં શ્યામ ની પત્ની અને બે બાળકી છે. હવે જો વાત શ્યામ સાથે સર્જાયેલ અકસ્માત અંગે વાત કરીએ તો શ્યામ નું ઘર અને કાર્ય સ્થળ નજીક છે માટે કાર્ય પૂરું કરી જયારે શ્યામ પરત ફરી રહ્યો હતો તેવામાં શાક લેવા ગયેલા શ્યામ ને એક પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો.

જો વાત આ ગાડી અંગે કરીએ તો ગાડીનો નંબર GJ-5 RC 4995 છે જણાવી દઈએ કે અકસ્માત બાદ ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો અકસ્માત ને કારણે શ્યામ ને ગંભીર ઈજા પહોચી હતી જે બાદ તેને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જણાવી દઈએ કે શ્યામ ના ભાઈ ગૌરી પાસવાન ના જણાવ્યા અનુસાર જયારે તો શ્યામ ને લઈને હોસ્પિટલ ગયા ત્યારે હડતાલ ના કારણે કોઈ સીનીયર ડોકટર હાજર ના હતું જે બાદ જુનિયર ડોકટરો દ્વારા કેસ અને પેપર સહીત ની અન્ય પ્રક્રિયામાં ઘણો સમય પસાર થયો જુનિયર ડોકટરો ફોન પર પણ કોઈ સાથે વાત કરી હતી. જે બાદ હાજર ડોકટરે જણાવ્યું કે ભગવાનની ઈચ્છા હશે તો તમારો ભાઈ બચી જશે જે બાદ થોડા સમય પછી ડોકટરે શ્યામ ને મૃત જાહેર કરતા પરિવાર પર દુખના વાદળો ફાટી પડ્યા અને તેમનું કહેવું છે કે જો હડતાલ ના હોત અને સીનીયર ડોક્ટર હાજર હોત તે શ્યામ ને બચાવી સક્યો હોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *