બાઈક એક્ટિવા ની ભયંકર ટક્કર માં ઘાયલ યુવાન ને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ ખસેડતા અંતે બન્યું કે,
રોજબરોજ અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે અનેક લોકો મોતને ભેટી પડે છે અને લોકોના પરિવારો તબાહ થઈ જાય છે. કોઈ પરિવારનો આધાર સ્તંભ ચાલ્યો જાય છે. એવી જ એક ઘટના રાજકોટના ગોંડલમાંથી સામે આવે છે. જેમાં છ વર્ષ પહેલા લગ્ન થયેલા યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. યુવાનને ચાર વર્ષનો પુત્ર છે બાળકે પિતાની છત્ર છાયા પણ ગુમાવી દીધી છે.
વધુ વિગતે વાત કરીએ તો આ અકસ્માતની ઘટના ગોંડલના ગુંદાળા ચોકડી પાસે બની હતી. જ્યાં ગંભીર અકસ્માત થયો હતો. બે દિવસ પહેલા રાત્રિના સમયે એકટીવા અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ કે જેમાં એકટીવા ચાલક રવિભાઈ જયંતીભાઈ વાજા ઉંમર વર્ષ 34 ને ગંભીર ઈજા થતાં તેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ ડોક્ટરોએ કહ્યું કે આ યુવાન બચી શકે તેમ નથી ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવાનને એમ્બ્યુલન્સ મારફતે ઘરે લઈ જતા હતા. અચાનક રસ્તામાં યુવાન ની તબિયત વધુ બગડતા તેને ફરી ગોંડલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ બાદ પોલીસે ઘટના સ્થળે આવીને લાશને પીએમ અર્થે ખસેડી હતી. આ આખી ઘટના બનતા પરિવારમાં આભ ફાટી હોય તેવી મુસીબત આવી પડી હતી અને પરિવારમાં ઘોર અંધકાર છવાઈ ગયો હતો. આમ આવી ઘટનાઓ રોજબરોજ આપણી સમક્ષ બનતી હોય છે. ક્યારેક લોકોનો વાંક પણ હોતો નથી પરંતુ નસીબમાં જે લખ્યું હોય તે સમયે લોકો મૃત્યુ પામતા જ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!