PI ની પરીક્ષા માં 10-માર્ક થી રહી જનાર આ યુવાન હવે DYSP બનશે. કોન્સ્ટેબલ, ટેક્સ ઇન્સ્પેક્ટર અને હવે…
આજકાલ સરકારી નોકરી હોવી એ જરૂરી થઇ ચૂક્યું છે. લોકો સરકારી નોકરી મેળવવા પાછળ સખત મહેનત કરે છે. પોતાના પરિવાર થી દૂર રહી ને આખી રાત આખો દિવસ જાગી જાગી ને સરકારી નોકરી મેળવતા હોય છે. સરકારી નોકરી મેળવવી કોઈ રમત ની વાત નથી. આ માટે મન મજબૂત કરીને ઘણી બધી મુશ્કિલો નો સામનો કરી ને સખત મહેનત હોય તો જ સરકારી નોકરી પાસ કરી કરી શકાય છે.
હાલમાં જીપીએસસી ના પરિણામો જાહેર થયા છે. જેમાં સુરેન્દ્રનગર ના મૂળી તાલુકાના મુંજપર જામ ગામે રહેતા રવિરાજસિંહ પરમારે જીપીએસસી માં 13-મોં રેન્ક મેળવી ને DYSP બન્યા છે. રવિરાજસિંહ ની આ સફર વિષે જાણીએ. રવિરાજસિંહ ચાર વર્ષ પહેલા કોન્સ્ટેબલ ની પરીક્ષા પાસ કરી હતી. તેઓ ધોરણ 12-સામાન્ય પ્રવાહ માં અભ્યાસ કર્યા બાદ 2017 માં ઇલેક્ટ્રિક માં ગ્રેજ્યુએશન કર્યું હતું. 2017 માં રાજકોટ માં કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થયા હતા.
તેઓ પોલીસ ની ટ્રેનિંગ માં બેસ્ટ કેડેટ ઓફ ધ યર બન્યા હતા. આ સાથે જ તેને ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ મળી હતી. જોકે આ સાથે તેણે પોતાની મહેનત ચાલુ રાખી હતી. અને વર્ષ 2018 માં પીઆઇ ની પરીક્ષા આપી હતી. પરંતુ, તેમાં તે 10-માર્ક થી રહી ગયા હતા. તો પણ તે હિંમત ના હાર્યા. તેણે બિન પગાર રજા લઈને તૈયારી ચાલુ રાખી. અને તે જીએસટી ડીપાર્ટમેન્ટ ની પરીક્ષા માં પાસ થયા.
પાસ થતા તેણે કોન્સ્ટેબલ પદે થી રાજીનામુ આપ્યું. અને અંકલેશ્વર માં ટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા. હજુ તે અટક્યા નહીં. અને તેણે હાલમાં જ જીપીએસસી ની પરીક્ષા માં 13-મોં રેન્ક મેળવી ને જીપીએસસી ની પરીક્ષા પાસ કરી. અને હવે તે DYSP ની પોસ્ટ મેળવશો. તેણે ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે, તે રાતના 6-12 સુધી રિડિંગ કરતા. તથા સવારે 6 વાગે જાગી ને નોકરી નો સમય ના થાય ત્યાં સુધી પણ સતત રીડિંગ જ કરતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!