જગન્નાથ જી ની રથયાત્રા પાછળ જોડાયેલી છે એક કથા ! જાણો શા માટે નીકળે છે રથયાત્રા?
છેલ્લા બે વર્ષ થી ભગવાન જગન્નાથ જી ની રથયાત્રા કોરોના મહામારી ના કારણે નીકળી શકતી ના હતી. એવામાં ભક્તો ને બે વર્ષ થી રથયાત્રા ના દર્શન થઇ શકતા ન હતા. એવામાં આ વર્ષે ભગવાન ની રથયાત્રા ની તૈયારીઓ ધૂમધામ થી ચાલી રહી છે. ખાસ તો ભારત માં ઓરિસ્સા માં નીકળતી પુરી ની રથયાત્રા જોવા લોકો વિદેશ થી પણ આવતા હોય છે. અને રથયાત્રા નુ મહત્વ અનેરું છે.
શું તમે લોકો જાણો છો કે શા માટે ભગવાન જગન્નાથ જી ની રથયાત્રા કાઢવામાં આવે છે? ભગવાન જગન્નાથ જી ની રથયાત્રા પાછળ એક કહાની જોડાયેલી છે. તો ચાલો આજે તમે જગન્નાથ જી ની રથયાત્રા ની કહાની જાણો. ભગવાન જગન્નાથ જી એટલે વિષ્ણુ ભગવાન ના અવતાર શ્રી કૃષ્ણ ને સમર્પિત છે. કથા કંઈક એવી છે કે, એક વાર પુરી માં બિરાજમાન શ્રી કૃષ્ણ ને બહેન સુભદ્રા કહે છે કે, તે રોડ ના માર્ગે દ્વારકા જવા માંગે છે.
ભગવાન શ્રી ક્રૃષ્ણ પણ બહેન ની ઇરછા ને માન આપે છે. અને જવા તૈયાર થઈ જાય છે. એવામાં શ્રી કૃષ્ણ ના મોટા ભાઈ બલરામ ત્યાં આવે છે. તે પણ ભાઈ-બહેન સાથે જવા માંગે છે. શ્રી કૃષ્ણ ભાઈ બલરામ ને કહે છે કે, તમારા વગર અમે કઈ રીતે જય શકીએ? તમે તો અમારા માર્ગદર્શક છો. અને આમ ત્રણેય રસ્તા ના માર્ગે રથ માં બેસી યાત્રા શરુ કરે છે. અને આવી રીતે રથ માં બેસી યાત્રા પૂર્ણ કરે છે. આથી તેને રથયાત્રા કહે છે.
આ યાત્રા દરમિયાન ભાઈ બલરામ શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રા ના માર્ગદર્શક બન્યા તેથી ભાઈ બલરામ નો રથ આગળ ચલાવવામાં આવે છે. ત્યારપછી બહેન સુભદ્રા નો રથ અને ત્યારપછી ભગવાન જગન્નાથ જી નો રથ ચલાવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથ જી નો રથ જ્યાં થી ચાલે છે. ત્યાં ભગવાન નો વાસ થઇ જાય છે. ભગવાન ના રથયાત્રા ના દર્શન કરવાથી ભક્તો ની તમામ મનોકામના પુરી થાય છે. અને દરેક ભક્તો ને મોક્ષ મળે છે. આગામી 1-જુલાઈ ના રોજ રથયાત્રા શરુ થવા જય રહી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.