Gujarat

ગુજરાતના આ બે માલધારી યુવાનો ઘેટાં-બકરાના દૂધ માંથી બનાવે છે ઉત્તમ ગુણવત્તાનું ચીઝ! ફક્ત છ મહિનામાં જ કરી લીધો આટલો નફો…

Spread the love

તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે ખુબજ સંઘર્ષ કરી પોતાનો બિઝનેસ ખુબજ વિકસાવ્યો છે. વાત કરીએ તો સાયલાના બે યુવાન બકરીના દૂધમાંથી ચીઝ બનાવે છે, 6 મહિનામાં 25 લાખનું ટર્નઓવર, 57 મહિલાને રોજગારી પુરી પડી છે. આવો તમને તેની સંઘર્ષ અને મહેનત ની પુરી કહાનિ જણાવીએ. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે બે સુશિક્ષિત માલધારી યુવાન દ્વારા વિસ્તારમાં દિન-પ્રતિદિન નાના પશુધનની ઘટતી સંખ્યાને જોતાં બકરા-ઘેટાંનાં દૂધમાંથી ચીઝ બનાવવાનો વ્યવસાય શરૂ કરાયો છે.

તેમજ આ સાથેજ આ બંને શિક્ષિત યુવાને માત્ર 6 મહિનામાં જ ટર્નઓવર રૂ. 25 લાખને પાર પહોચાડ્યું છે અને 57 જેટલી માલધારી મહિલાઓને રોજગારી આપી છે. તેમજ આ સાયલાના થોરિયાળી ગામે રહેતા અર્પણ કલોત્રા તેમજ ચોટીલા તાલુકાના ભીમશી ઘાંઘળ નામના સુશિક્ષિત માલધારી યુવા મિત્રો દ્વારા સામાજિક તેમજ પશુપાલનક્ષેત્રે કામ કરતી સહજીવન સંસ્થાના માધ્યમથી ઉદ્યોગ સાહસિકતા માટેની તાલીમ અંતર્ગત આણંદ ખાતે આવેલી ડેરી સાયન્સ કોલેજમાં દૂધમાંથી વિવિધ બનાવટોની તાલીમ મેળવી હતી.

વાત કરીએ તો માલધારી સમાજમાંથી આવતા આ બન્ને યુવાન દ્વારા તાલીમ મેળવ્યા બાદ સાયલા, મૂળી, ચોટીલા અને થાન વિસ્તારમાં ઘટી રહેલા નાનાં પશુધન, જેવાં કે બકરા અને ઘેટાંની સંખ્યા જોતાં એને બચાવવા તેમજ તેવા પશુપાલકોને મદદરૂપ થવાના શુભ આશયથી બકરીના દૂધમાંથી હાથ બનાવટની ચીઝ બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કરી એના માટેનું જરૂરી FSSAIનું લાઇસન્સ મેળવીને ડેરી ઉદ્યોગનો પ્રારંભ કરાયો હતો. વધુમાં તમને જણાવીએ તો પાંચાળ ડેરી પ્રા.લિ.ના નામે બન્ને યુવાનેએ છથી સાત લાખના રોકાણ સાથે ચીઝ બનાવવાનો વ્યવસાય પ્રારંભ કરી માલધારીઓ પાસેથી બકરી અને ઘેટીનું દૂધ ડાયરેક્ટ લઇ એમાંથી વિવિધ પ્રકારની ચીઝ બનાવવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે બકરીના દૂધમાં ઓછા ફેટ આવતા હોવાથી ડેરીમાં એના 25થી 27 રુપિયા જ અપાય છે, જ્યારે યુવાનો દ્વારા પ્રતિ લિટર પાંત્રીસ રૂપિયા અપાતાં લોકો સામેથી દૂધ વેચાણ કરવા પ્રેરાય છે અને આ બંને શિક્ષિત યુવાનોએ માત્ર 6 મહિનામાં જ ટર્નઓવર રૂ. 25 લાખને પાર પહોચાડ્યું છે.

આમ આ બંને સાહસિક માલધારી મિત્રોએ સૌપ્રથમ બકરીના દૂધમાંથી પાઉડર, ચોકલેટ, પેંડા, માવો અને ચીઝ બનાવ્યા હતા. પછી જાણવા મળ્યું કે ભારતમાં બકરીના દૂધમાંથી બનાવેલું ચીઝ બહારથી જ આવે છે. તો પછી આ બંને મિત્રોએ બકરીના દૂધમાંથી ચીઝ બનાવવાની શરૂઆત કરી હતી અને હાલ તેઓ બકરીના દૂધમાંથી સાત અલગ-અલગ પ્રકારનાં ચીઝ બનાવે છે. આમ કુલ બકરીના દૂધમાંથી બનતી વિવિધ પ્રકારની ચીઝ બનાવટો હાલ પ્રતિ કિલો 2500થી ત્રણ હજાર રૂપિયાના ભાવથી તામિલનાડુના ચેન્નઇ અને દિલ્હી તેમજ અમદાવાદ જેવાં સ્થાનો પર દર મહિને આશરે દોઢસો કિલોનું વેચાણ થઇ રહ્યું હોવાનું અર્પણ કલોત્રાએ જણાવ્યું હતું.તેમજ સાયલા-સુદામડા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતા ચીઝ વ્યવસાયમાં ‘ફ્રેશ’ તેમજ ‘એજ’ પ્રકારની ચીઝ બનાવવામાં આવી રહી છે, જેમાં ‘ફ્રેશ’ પ્રકારની ચીઝમાં ફેટા, પેકેરીનો, સેફ તેમજ હલ્મી જાતની ચીઝ બને છે, જે તાજી ખાવામાં વપરાય છે, જ્યારે ‘એજ’ પ્રકારની ચીઝમાં ચેડાર, ટોમ અને બ્રી જાતની ચીઝ બનાવે છે, જેને લાંબા સમય સુધી રાખી શકાતાં ગમે ત્યારે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *