Viral video

આ 3 વર્ષના ટેણીયાએ એવા એવા શોટ લગાવ્યા કે તમે કોહલીને ભૂલી જશો! નાની ઉમરમાં આવી અધભૂત બેટિંગ ક્યારેય નહિ જોય હોઈ..જુઓ વિડીયો

Spread the love

મિત્રો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર તમે ક્રિકેટ વાયરલ વીડિયો જોતા હોવ છો આમ આ વિડીયોમાં ક્યારેક બોલર પોતાના સ્પિન કે ફાસ્ટ બોલથી લોકોને દિવાના બનાવી દે છે તો ક્યારેક શાનદાર ફિલ્ડિંગના વીડિયો લોકોને ચોંકાવી દે છે. જો કે, હાલમાં જ સોશિયલ મીડિયા પર બેટિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે દરેકને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

આ 3 વર્ષના બાળકનો બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક પછી એક શાનદાર શોટ્સ રમતા જોવા મળે છે. આ બાળકની વિસ્ફોટક બેટિંગ અને ટેકનિક જોઈને મોટા બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ 3 વર્ષના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શરૂઆતમાં તે એક પરિપક્વ બેટ્સમેનની જેમ ચાર્જ સંભાળતો જોવા મળે છે. આ પછી તે મેદાન પર ઘણા મોટા શોટ ફટકારે છે જાણે તે કોઈ બોલરનું બેટ લઈ રહ્યો હોય. તેની ટેકનિક શોટ લેવાની સાથે રન લેવામાં પણ દેખાઈ આવે છે. જ્યાં તે રન આઉટથી બચવા માટે ફુલ લેન્થ ડાઈવ કરતો જોવા મળે છે. વીડિયોમાં બાળકે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી, જે બાદ તે બેટ ઊંચકીને સલામી આપતો જોવા મળે છે. બેટિંગના આ અદ્ભુત વીડિયોએ લોકોના દિલ જીતી લીધા.

તમને જણાવીએ તો તેનું નામ હ્યુગો હીથ માવેરિક છે. માવેરિકે આ વીડિયોથી લોકોને દિવાના બનાવી દીધા છે. યુઝર્સ હવે માવેરિકને મિની મેક્સવેલ અને બેબી ડી વિલિયર્સ તરીકે બોલાવી રહ્યા છે. તેની બેટિંગના વખાણ કરનારા લોકોએ એમ પણ કહ્યું કે ભવિષ્યમાં તે પોતાના દેશ માટે બેટથી તબાહી મચાવતો જોવા મળશે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના પર 6.66 લાખથી વધુ લાઈક્સ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *