હાલ આપણા ભારતમાં લગ્નની સિઝન ધૂમધામથી શરૂ થઈ ચૂકી છે. આપણા ગુજરાતમાં પણ હમણાં થોડા સમયથી લગ્નનો ગાળો ચાલી રહ્યો છે. આપણા કુટુંબમાં એટલા બધા લગ્ન નું આયોજન કરવામાં આવે છે કે લોકો પણ મૂંઝવણ માં મુકાય જતા હોય છે કે કયા જવું અને ક્યાંન જવું. લગ્ન પ્રસંગ ને યાદગાર બનાવવા માટે ઘર પરિવારના સભ્યો દ્વારા અવનવી રીતે કંઈક નવું કરવામાં આવતું હોય છે.
ખાસ કરીને થોડા વર્ષોથી લગ્ન પ્રસંગ માં પ્રી વેડિંગ ફોટોશૂટ ની ડિમાન્ડ ખાસ ઉપડેલી છે. જેમાં વરરાજા અને કન્યા પોતાના લગ્નને યાદગાર બનાવવા લગ્ન પહેલાં ફોટોશૂટ કરાવતા હોય છે. પરંતુ સુરત જિલ્લામાંથી એક અનોખી પહેલ જ સામે આવે છે. જેમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન એવી વાત સામે આવી કે જે કદી સાંભળી પણ ન હોય. આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ દિવાળીના તહેવારમાં આપણે રંગોળી ઘરની બહાર બનાવતા હોઈએ છીએ.
પરંતુ ક્યારેય લગ્ન પ્રસંગમાં રંગોળી બનાવવાની પહેલ જોઈએ છે. આ ઘટના સુરત જિલ્લામાંથી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે લગ્ન પ્રસંગ જે ઘરમાં હતો તે ઘરના સભ્યોની રંગોળી બનાવીને એક અનોખું આકર્ષણનો કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં કન્યા અને વરરાજા સહિત તેના પરિવારના સભ્યો ના ચહેરા વાળી રંગોળી બનાવવામાં આવી હતી. જે લોકો માટે ખૂબ આકર્ષણનો કેન્દ્ર જોવા મળ્યું હતું.
આ રંગોળી બનાવવાનો ખર્ચ 65,000 થી લઈને 80,000 જેટલો થાય છે. આ રંગોળી સુરત જિલ્લાના આર્ટિસ્ટ અંજલી દ્વારા બનાવવામાં આવેલી છે. આ રંગોળીના કેટલાક ફોટાઓ પણ શેર કરવામાં આવેલા છે. જેમાં જોઈ શકાય છે થ્રી ડી રંગોળી માં આખું પરિવાર સામેલ થઈ ચૂકેલું છે અને આબેહૂબ પરિવાર ના સભ્યો લોકો નું સ્વાગત કરી રહ્યા હોય તેવી થ્રી ડી રંગોળી બનાવવામાં આવી છે.
આ રંગોળી બનાવવા માટે બે દિવસ અગાઉ જ મહેનત શરૂ કરી દેવામાં આવતી હોય છે અને રંગોળી બનાવીને લગ્ન પ્રસંગ ની શોભા વધારવામાં આવતી હોય છે. આ અંજલીબેન નામના આર્ટિસ્ટ ને ઘણી બધી જગ્યાએથી આવી રંગોળીના ઓર્ડર મળે છે. જેને લઈને અંજલી બહેન ખાસ એવા ચર્ચાનો વિષય બની રહ્યા છે. આમ લગ્ન પ્રસંગમાં આવું તો આપણે પહેલીવાર જ સાંભળ્યું હોય કે કોઈ લગ્ન પ્રસંગમાં રંગોળી ચિત્રિત કરવામાં આવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!