સુરત ની આ દીકરી ને ધન્ય છે, ગુજકેટ ની પરીક્ષામાં હાંસલ કર્યો પ્રથમ રેન્ક.
આજના જમાનામાં અભ્યાસ નું ખુબ જ મહત્વ છે. આજે અભ્યાસ થકી જ માણસ પોતાના જીવન માં આગળ વધી રહ્યા છે. લોકો ને પોતાની કારકિર્દી બનાવવા માટે અને જીવન માં ધાર્યા પરિણામ જો મેળવવા હોય તો તેને શિક્ષણ મેળવવું જરૂરી છે. હાલ માં 12 સાયન્સ નું પરિણામ જાહેર થયું એમાં સુરત ની એક દીકરી એ પોતાના ઘર નું નામ રોશન કરી દીધું.
સુરત ની દીકરી વૈભવી એ પોતાના ઘર નું નામ ઉજળું કરી દીધું છે. વૈભવી એ આખા ગુજરાત માં ગુજકેટ ની પરીક્ષામાં પહેલા નંબરે આવી છે. વૈભવી એ ગુજકેટ ની પરીક્ષામાં 120 માંથી 120 માર્ક મેળવી ને સો ટકા પરિણામ આપ્યું છે. આ દીકરી ની વાત કરી એ તો તે એક સામાન્ય પરિવાર ની દીકરી છે.
વૈભવી ના પિતા હીરા ઉદ્યોગ સાથે સાંકળયેલા છે. વૈભવી એ આખા ગુજરાત માં પહેલા ક્રમાંકે રહીને પોતાનું નામ રોશન કરી દીધું. વૈભવી હવે આય.આય.ટી માં એન્જીનીયરીંગ માં અભ્યાસ કરવા ઈચ્છે છે અને તે આગળ જય ને એન્જીનીયરીંગ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. દીકરી ના માતા ઘરકામ કરે છે.
વૈભવી ના આ પરિણામ થી તેણે તેના ઘર ઉપરાંત શાળા નું નામ પણ રોશન કરી દીધું તેના શાળા ના શિક્ષક પણ ગર્વ ની લાગણી અનુભવે છે. પોતાના પરિવાર માં એક માત્ર ડિગ્રી ધરાવતી એન્જીનિયર આ દીકરી બનશો. તે પોતે આખા સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. બીજા વિદ્યાર્થીઓ એ પણ તેમની પાસેથી પ્રેરણા લઇ ને શીખવા જેવી બાબત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!