ગુજરાતમાં મોરબી જિલ્લામાં રવિવારના રોજ એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એક પુલ ઉપર 400 થી પણ વધુ લોકો સાંજની મજા માણી રહ્યા હતા અને એવામાં પૂલ તૂટી પડતા 100 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા. પરંતુ આ મોરબી જિલ્લામાં બનેલ ઘટના નો સબક લઈને હજુ પણ લોકોને બેદરકારી સામે આવી રહી છે.
એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લા ના ગલ્લાપુર શહેરનો છે. જાણવા જાણવા મળ્યું કે એક વ્યક્તિ નદી પર બનેલા નાના સસ્પેન્સલ પુલ ઉપર એક નાની કાર લઈને ઘુસ્યો હતો. જાણવા મળ્યું કે આ વ્યક્તિ જે પુલ ઉપર આવ્યો હતો તે પુલ ઉપરથી માત્ર ટુ-વ્હીલર ગાડી જ પસાર થઈ શકે છે.
પરંતુ આપ કાર ચાલક સ્થાનિક ના હોવાને કારણે તેને ખ્યાલ ન આવ્યો અને તે પૂલ ઉપર આવી ચડ્યો હતો. એવામાં અધવચ્ચે આવી જતા આ કાર ચાલક કાર લઈને ફસાઈ ગયો હતો અને તે આગળ જઈ શકતો ન હતો. આથી સ્થાનિક લોકો કે જે પુલ ઉપર ચાલી રહ્યા હતા. તે લોકો એ કારને આગળથી ધક્કો મારી પાછળ ધકેલવામાં મદદ કરી હતી.
No lessons learnt post #MorbiBridgeCollapse . Hooligans/tourists from Maharashtra were seen driving a car on a suspension bridge at Yellapura town in Uttara Kannada district of Karnataka. Finally the locals ensured that the car was driven back from the bridge in reverse gear. pic.twitter.com/RvVPOhB8CL
— Harish Upadhya (@harishupadhya) November 1, 2022
રાહદારીઓની મદદથી આ કાર સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. પરંતુ જો આમાં કોઈ દુર્ઘટના તો મોટી નુકસાન થઈ પડે એમ હતું. આ વીડિયોને હરીશ ઉપાધ્યા નામના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી રહેલો છે અને લોકો આ કાર ચાલકને પ્રત્યે અવનવી કોમેન્ટો કરી રહ્યા છે અને વીડિયોને ખૂબ જ શેર અને લાઈક કરી રહ્યા છે. આમ આવા નાનકડા પુલ ઉપર જતા લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળેલો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!