ગુજરાત માં આ ખેડૂત ની છે બોલબાલા મરચાં ની ખેતી થકી તમામ લોકો ને આપે છે ટક્કર આંકડો જાણી ઉડી જશે હોંશ.
આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. ભારતના ગામડામાં વસતા લોકો લગભગ મોટાભાગે કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં પણ અનેક લોકો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ખેડૂતો આજકાલ રોકડિયા પાકો તરફ વળ્યા હોય ને વર્ષે લાખો લાખોની કમાણી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઠડા ગામના ખેડૂત રમેશભાઈ સોવટીયા કે જેઓ વર્ષે પાંચ લાખ રૂપિયાની કમાણી કરે છે.
તો ચાલો વધુ વિગતે વાત કરીએ તો ખેડૂત રમેશભાઈએ પોતાની પાંચ વીઘા જમીનમાં ટમેટા, મરચા, કોબી, ફ્લાવર, રીંગણા વગેરેના રોપાઓ ઉછેર્યા છે. રોપા તૈયાર થતાં લોકો 200 300 km દૂર રમેશભાઈ પાસે રોપા લેવા આવે છે. કઈ રીતે રોપા તૈયાર કરવામાં આવે છે તેની વાત કરીએ તો 30 વર્ષથી રમેશભાઈ દ્વારા જુદા જુદા પ્રકારના રોપાઓ તૈયાર કરવામાં આવે છે.
જેમાં મરચી ના છ પ્રકારના રોપા, રીંગણીના બે પ્રકારના રોપા, ડુંગળીમાં સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બંને ના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. સાથે ટમેટા અને ફલાવરના પણ રોપા તૈયાર કરવામાં આવે છે. જેમાં રમેશભાઈ જણાવે છે કે રમેશભાઈ તેના ખેતરમાં પ્રથમ છાણિયું ખાતર પાથરીને ત્યારબાદ તેમાં મરચી બીજના ક્યારા તૈયાર કરી તેમાં પાણીનો છંટકાવ કરે છે ત્યારબાદ ક્યારામાં છોડવાઓ રોપવામાં આવે છે.
બીજ છોડ સ્વરૂપે જમીન પરથી ઉગી નીકળતા તેને પાણી આપતા ચારથી છ દિવસમાં રોપા તૈયાર થઈ જશે. બાદમાં નિંદામણ કરી તેના ઉપર જરૂરી દવાઓનો છટકાવ કરવામાં આવે છે. સાથે ખાતર પણ ઉમેરવામાં આવે છે. 25 થી 40 દિવસમાં રોપા તમામ રીતે સંપૂર્ણ તૈયાર થઈ જાય છે અને તેને રોપા દૂર દૂરથી ખેડૂતો લેવા આવે છે. તો બીજી તરફ રમેશભાઈ મરચા ની ખેતી પણ કરે છે અને આવા રોકડિયા પાકોની ખેતી થકી રમેશભાઈ લાખોની કમાણી કરે છે. ખેડૂત મિત્રોને તે સલાહ પણ આપતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!