આ દાદા એ તો રોકેટ ની સ્પીડે સાઈકલ ચલાવી ને તો ભલભલા ના મગજ બંધ કરી દીધા… જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણને બધા વિડીયો જોવા મળે છે. અને એવા એવા વિડીયો જોવા મળે છે કે આપણું મગજ કામ કરતું બંધ થઇ જાય છે. ભારત માં અને વિદેશ માં અનેક લોકો એવા હોય છે કે જે લોકો ભણવામાં ભલે હોશિયાર ના હોય. પરંતુ તેના મગજ ને એવો કામે લગાડે કે ભણેલા લોકો ને પણ પાછળ છોડી દેતા હોય છે.
એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં એક મોટી ઉમર ના વૃદ્ધ દાદા એ એવો જુગાડ કર્યો કે જોઈ ને આપણ ને પણ ચક્કર આવી જાય. કારણ કે આ દાદા એ તેની સાયકલ ને રોકેટ ની જેમ સ્પીડે ચલાવી અને તે પણ પેન્ડલ માર્યા વગર. વિડીયો માં જોઈ શકાય છે કે, એક દાદા તેની સાયકલ ને ચલાવવાનું શરુ કરે છે.
દાદા સાયકલ ને સ્ટેન્ડ પર થી ઉતારી ને બે-ત્રણ પેન્ડલ મારે છે. અને ત્યારબાદ પેન્ડલ નથી મારતા. સાયકલે ઘડીક વાર માં એવી સ્પીડ પકડી લીધો કે તેની સામે કોઈ સ્કૂટર પણ પાછું પડી જાય. દાદા એ સાયકલ પાછળ એક ચીમની મૂકી છે. જેવી સાયકલ સ્પીડ પકડી કે ચીમની પણ આગ થી લાલચોળ થવા લાગી. અને દાદા પોતાની મોજ માં જાય ભાગ્યા. દાદા પણ હાથ માં સેલ્ફી સ્ટિક લઇ ને પોતાનો વિડીયો ઉતારે છે. જુઓ વિડીયો.
Genius 😂😂pic.twitter.com/X1j5X7JmuC
— Figen (@TheFigen) June 20, 2022
આ વિડીયો જોતા ની સાથે જ લોકો દાદા ના મગજ ના વખાણ કરવા લાગ્યા. દાદા એ આ તરકીબ માં પોતાનું ગજબ નું મગજ ચલાવ્યું લાગે છે. અને એવો મગજ કામે લગાડ્યો કે મોટા એન્જીનીયર પણ ગોથા ખાય જાય. દાદા ની ઉમર ભલે મોટી હોય પરંતુ મગજ હજુ પણ એવું ને એવું જ છે. દાદા નો વિડીયો જોઈ લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.