સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ. ઘણા વિડિયોમાં એવા અદ્ભુત ટેલેન્ટ પણ જોવા મળી જતાં હોય છે કે જે જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જતાં હોઈએ છીએ.
સોશિયલ મીડિયાના કારણે ઘણી એવી પ્રતિભાઓ દુનિયાની સામે આવે છે, જે વર્ષો સુધી કોઈ જાણી પણ ન શક્યું. સોશિયલ મીડિયાએ ઘણા લોકોના જીવનને બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હાલમાં એક વૃદ્ધ મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખેતરમાં કામ કરતી વખતે ગીત ગાઈ રહી છે.આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ખેતરમાં કામ કરતી વખતે “બહારોં ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ” ગીત ગાઈ રહી છે.
એક મિનિટનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દાદીમાએ ગાયેલું આ ગીત લોકોના દિલને સ્પર્શી ગયું હોય એવું લાગે છે.આ વીડિયોને IPS વિવેક રાજ સિંહના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લગભગ 3.5 મિલિયન વ્યૂઝ જોવામાં આવ્યા છે અને હજારો લોકોએ તેના પર શેર અને કોમેન્ટ કરી છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને દાદીની ખૂબ પ્રશંસા કરી છે. કેટલાક લોકોએ દાદીમાની ભાવનાને સલામ કરી છે.એક યુઝરે લખ્યું કે દાદી તમારો અવાજ ખૂબ જ મધુર છે આ વીડિયો જોઈને હું ખૂબ જ ખુશ છું.
અન્ય એક યુઝરે લખ્યું કે દાદીનો આ વીડિયો જોઈને મારો દિવસ બની ગયો. આ સૌથી યાદગાર વીડિયો બની ગયો છે. પ્રેમ પાલ નામના યુઝરે લખ્યું કે ખૂબ જ સુંદર માતા, તમે જરા ફૂલ વરસાવો, અમે ફૂલોની સુગંધ દૂર દૂર સુધી ફેલાવીશું. એક યુઝરે લખ્યું કે દાદીના અવાજમાં પાવર છે.એક યુઝરે લખ્યું કે જો દાદી આ ઉંમરે આ રીતે ગાય છે તો તે 30 વર્ષ પહેલા કેટલું સારું ગાતી હશે. માહી નામના યુઝરે લખ્યું કે તમે બહુ સારું ગીત ગાયું છે દાદીજી તમને મારી પણ ઉમર લાગી જાય. ત્યાં જ એક યુઝરે લખ્યું કે ખબર નહીં કેમ આ વીડિયો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા છે, દાદીને સલામ.હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે અને આ દાદી ના વખાણ કરી રહયા છે.