આપણા ભારત દેશમાં ભારત દેશમાં વસતા લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને નવા નવા કપડાઓ અને સોના ચાંદી પહેરવાના ખૂબ શોખીન હોય છે. આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્વાદિષ્ટ વ્યંજનો વખાણાતા હોય છે. એવી જ એક મધ્યપ્રદેશમાં આવેલી બજાર એટલે સરાફા બજાર. મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક સરાફા ચોપાટી આવેલી છે જ્યાં સવારે આ બજારમાં સોના ચાંદીની અઢળક દુકાનો ખુલ્લી હોય છે અને રાત્રે અહીં સોના ચાંદીની દુકાનો બંધ થતાં આશરે 200 જેટલી ખાવા પીવાની વાનગીઓની દુકાનો ખુલ્લી જતી હોય છે.
અને લોકો અવનવી વાનગીઓ નો ટેસ્ટ કરતા હોય છે પરંતુ આ સરાફા બજારમાં નટવરભાઈ નામના વ્યક્તિ કે જે પોતાની કુલ્ફીની લારી ચલાવે છે. નટવરભાઈની કુલ્ફી ખાવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. નટવરભાઈની ગુલ્ફી લોકોને ખૂબ જ પસંદ છે. પરંતુ નટવરભાઈ જે રીતે પોતાની કુલ્ફી વહેંચે છે તે તેનો વહેંચવાનો અંદાજ જોઈને લોકો પણ ચોકી ઉઠતા હોય છે.
જાણવા મળ્યું કે 62 વર્ષના નટવરભાઈ સરાફા બજારની અંદર કુલ્ફી, ફાલુદા અને ચીકી ની દુકાન લગાવે છે. પરંતુ નટવરભાઈ આ સરાફા બજારમાં ગોલ્ડ મેન તરીકે ઓળખાય છે. કારણ કે નટવરભાઈ પોતાના શરીર ઉપર લગભગ અડધા કિલો થી પણ વધારે સોનું પહેરેલું હોય છે અને તે આ ગુલ્ફીની લારી ચલાવે છે. જાણવા મળ્યું કે નટવરભાઈ ના પિતા સાથે તેઓ ગુલ્ફીની લારી પર આવતા હતા. ત્યારબાદ પિતા ના ધંધાને આગળ ધપાવતા તેને પણ ગુલ્ફી વેચવાનું શરૂ કર્યું હતું.
નટવરભાઈ જ્યારે ગુલ્ફી ની લારી લગાવે છે ત્યારે તે સોનાની ચેન અને લગભગ અડધો કિલોથી પણ વધારે સોનુ પહેરીને આવતા હોય છે. તે હંમેશા પોતાની બધી જ આંગળીઓમાં સોનાની વીંટી, ગળામાં સોનાની ઘણી બધી ચેન, હાથમાં સોનાનું કડુ અને સોનાનું બ્રેસલેટ અને શરીર પર સોનાની વારી આટલું બધું સોનુ પહેરેલું હોય છે. નટવરભાઈ જણાવે છે કે શરાફા બજારમાં સવારમાં સોના ચાંદીની દુકાનો હોવાથી તેનું ધ્યાન આકર્ષાઈ જાય છે અને નાનપણથી જ તેમને સોના પહેરવાનો ખૂબ શોખ હોવાને કારણે તે આટલું બધું સોનુ પહેરીને ગુલ્ફી વહેંચતા હોય છે.
નટવરભાઈને આ દુકાન માત્ર ગ્રાહકો પૂરતી જ સીમિત નથી. આ દુકાન ઉપર મોટા મોટા સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ આવી ચૂકેલા છે. જેમાં ભાજપના પ્રવક્તા સંમિત પાત્ર, ભૈયાજી જોશી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ સાથે તેમની પત્ની સાધનાએ પણ નટવરભાઈની ગુલ્ફીને ખાઈ ચૂક્યા છે. સરાફા બજારમાં રાત્રે 10:00 વાગ્યાથી લઈને રાતના 2:00 વાગ્યા સુધી ખાવા પીવાની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેતી જોવા મળે છે અને ઈન્દોરની આ બજારમાં લોકો ખાઈ પીને આનંદ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!