આ છે દેશભક્તિ ! ગંગા નદી ના ધસમસતા પાણી ની વચ્ચે યુવાને લહેરાવ્યો ભારત નો ત્રિરંગો. યુવાન ને જોઈ ને થશે ગર્વ..જુઓ વિડીયો.

હાલ આગામી 15 ઓગસ્ટે ભારતનો રાષ્ટ્રીય તહેવાર આવી રહ્યો છે. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. એમાં પણ ઘણા સમયથી આઝાદી કા અમૃત મહોત્સવ નામનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક નવી જાહેરાત પણ કરી હતી. જેમાં હર ઘર ત્રિરંગા નામની જાહેરાતમાં લોકોને પોતાના ઘરે જ ત્રિરંગો 15 ઓગસ્ટ સુધી લહેરાવે તે માટે અનુરોધ કર્યો.

પરંતુ હાલમાં એક વિડીયો હરિદ્વાર થી સામે આવેલો છે. જેને જોઈને ભારતના ત્રિરંગા પર ગર્વની લાગણી અનુભવશો. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. હરિદ્વારમાં આવેલા હરકી પૌરી ઘાટ મા લોકો ડૂબકી લગાવીને પોતાના પાપોનો પ્રાયશ્ચિત કરતા હોય છે. એવામાં હરકી પૌરી ઘાટ પર ગંગા નદીની વચ્ચે એક યુવાન તરતો તરતો પોતાના હાથમાં ભારતનો ત્રિરંગો લઈને જોવા મળ્યો હતો. અને ગંગા નદીની વચ્ચે ગંગાના ધસમસતા પાણીમાં હાથમાં ત્રિરંગો રાખીને તિરંગા ની શોભા વધારે હતી…જુઓ વિડીયો.

આ દરમિયાન ત્યાં હજારો લોકોની ભીડ જમા થઈ હતી. તો પણ આ વ્યક્તિને જોઈને વ્યક્તિ પ્રત્યે ખૂબ જ ગર્વ અનુભવતા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે હાલમાં જ એક ગીત રિલીઝ થયું હતું. હર ઘર તિરંગા નું ગીત રિલીઝ કરવામાં આવેલું છે. જેમાં ભારતના મોટા-મોટા ક્રિકેટરો થી બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અક્ષય કુમાર, અજય દેવગન સહિત અનેક મહાન હસ્તીઓ જોવા મળ્યા હતા.

આ વીડિયોને સોશિયલ મીડિયા ના ટ્વીટર એકાઉન્ટ પર ઉમદા પંક્તિયા નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. આ વિડીયો જોઈને લોકો આ યુવાનના વખાણ કરી રહ્યા છે. તો ઘણા લોકો જય હિન્દ, ભારત માતાકી જય તેવી કોમેન્ટો કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે યુવાનને જોઈને ત્યાં પહેલા લોકોમાં પણ આવા નાદ ગુંજી ઉઠ્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.