આ છે ભવ્ય ગાંધી ની ગ્લેમર હેરોઈન ! એવોર્ડ શો મા મળી એકબીજા ની આંખ અને હવે..જુઓ તસ્વીરો.
છેલ્લા 14 વર્ષથી ભારત દેશવાસીઓનું મનોરંજન કરી રહેલી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવતો ટપુડો જે લોકોનું પ્રિય પાત્ર છે. હાલમાં તો સિરિયલમાં નવો ટપુડો અભિનય માટે આવે છે. જેનું નામ છે રાજ અનડકટ. પરંતુ આજે અમે તમને જુના ટપુ વિશે થોડી ઘણી માહિતી આપીશું. જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી.
ભવ્ય ગાંધીએ સીરીયલ છોડી દીધા બાદ તે હવે ગુજરાતી મુવીમાં પણ પોતાનું કામ આપી રહ્યો છે. ભવ્ય ગાંધીના અંગત જીવનની વાત કરવામાં આવે તો સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભવ્ય ગાંધી દિગાંગના સૂર્યવંશી નામની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે. દિગંગના સૂર્યવંશી અને ભવ્ય ગાંધીની મુલાકાત એક એવોર્ડ સોના નાઇટમાં થઈ હતી ત્યારથી તે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને હવે એકબીજાને પસંદ કરી રહ્યા છે.
પરંતુ બંને તરફથી હજુ કોઈ આ બાબતે પ્રતિક્રિયાઓ આપવામાં આવી નથી. દીગાંગના સૂર્યવંશી ની વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા ઉપર ખાસ એક્ટિવ રહે છે. તેને વર્ષ 2002માં બાળ કલાકાર તરીકે અભિનય શરૂ કર્યો હતો. સાત વર્ષની ઉંમરે તે ટીવી શોમાં આવી હતી. તેને વીર કી અરદાસ વીરામાં પોતાનો અભિનય રજૂ કર્યો હતો. દિગાગના સૂર્યવંશી 2018માં ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે. તેને જલેબી અને ફ્રાઇડે જેવી હિન્દી ફિલ્મમાં પણ ભાગ ભજવેલો છે.
આ ઉપરાંત વર્ષ 2015માં bigg boss ની સિઝન નવમા સ્પર્ધક તરીકે તે આવી ચૂકી છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ભવ્ય ગાંધી અને દીગાંગના સૂર્યવંશી ખાસ છવાયેલા રહે છે. દિગાંગના સૂર્યવંશી એ હિન્દી ફિલ્મ રંગીલા રાજા માં અભિનેતા ગોવિંદા સાથે કામ કરેલું છે. જેમાં તે ગોવિંદા ની મુખ્ય હિરોઈન તરીકે જોવા મળી હતી. ભવ્ય ગાંધીની નવી હિરોઈન ખૂબ જ ગ્લેમર અને સુંદર અંદાજમાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!