આ છે પશ્ચિમી સંસ્કૃતિ નો પ્રભાવ બે ભારતીય લેસ્બિયન યુવતી એ કરી લીધા એકબીજા સાથે લગ્ન લવસ્ટોરી સાંભળી હેરાન થઇ જશે.

સમાજમાંથી અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક બે લેસ્બિયન કપલની લવ સ્ટોરી સામે આવતી હોય છે અને લેસ્બિયન કપલ એકબીજા સાથે લગ્ન પણ કરી લેતા હોય છે. એવી જ એક કહાની હાલ સામે આવી છે. પાયલ અને યશ્વીકા નામની બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ ભારતીય લેસ્બિયન કપલ ની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા નો વિષય છે. કપલે કહ્યું છે કે તેમનો સંબંધ કોઈ પણ સામાન્ય સંબંધ જેટલો જ માન્ય છે.

જોકે સમાજમાં આ બંનેને હજુ અનેક મુસીબતનો સામનો આગામી દિવસોમાં કરવો પડશે. youtube ચેનલ પર યશવિકાએ વાત કરતા કહ્યું હતું કે તેણે પાયલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. યસ્વીકા કહે છે કે તે પાયલને વર્ષ 2017 માં tiktok એપ પર મળી હતી. પાયલ તેની અવગણના કરતી હતી આના કારણે યશવિકા એ ગુસ્સામાં કહ્યું કે કાં તો મારી સાથે વાત કરો અથવા મને બ્લોક કરી દો. આ પછી પાયલે યશવિકાને બ્લોક કરી દીધી હતી.

છ મહિના પછી પાયલને તેની ભૂલનો અહેસાસ થયો અને તેને ત્યારબાદ યશ્વીકાનો સંપર્ક સાધ્યો હતો. પાયલ એ મજાકમાં કહ્યું કે છ મહિનામાં તેને બધું સમજાઈ ગયું કે જિંદગી એકલી જીવી શકાતી નથી. તેઓ વર્ષ 2018માં પહેલીવાર મળ્યા હતા અને થોડા દિવસો બાદ તે બંને એકબીજાના ડેટ કરવા લાગ્યા. પાયલ લુધિયાણા માં કામ કરતી હતી જ્યારે યશવીક નૈનીતાલમાં કામ કરતી હતી. આવી સ્થિતિમાં દર મહિને તે લોકો એકબીજાને મળતા હતા.

બાદમાં બંને પોતાના સંબંધોને પરિવાર સમક્ષ રજૂ કરવાની વાત પણ નક્કી કરી. જેમાં યશ્વીકાને તેના માતા પિતાને મનાવવા ખૂબ મુશ્કેલી પડી હતી. જેમાં યશવિકાએ તેના માતા પિતાને કહ્યું હતું કે તે લગ્ન માત્ર પાયલ સાથે જ કરવા માંગે છે અને તેમના લગ્ન ઓક્ટોબર મહિનામાં વર્ષ 2022 માં થઈ ગયા છે. યશવિકાએ કહ્યું કે તેમના લગ્નમાં ખાસ તેના નજીકના મિત્રો જ આવ્યા હતા. લગ્ન પ્રસંગ નિમિત્તે પાયલે શેરવાની પહેરી હતી. તો યશ્વીકા ચણિયાચોળીમાં જોવા મળી હતી અને બંનેએ હિન્દુ રીત પ્રમાણે લગ્ન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *