India

આ છે ટપ્પુ સેના ના મેમ્બર 14-વર્ષ માં યુવાન થઇ ચુકી છે ટપ્પુ સેના. સોનુ ને જોશે તો ઉડી જશે હોંશ, જુઓ તસવીરો.

Spread the love

આપણા ભારતમાં છેલ્લા 14 વર્ષથી ભારત દેશના લોકોને મનોરંજન કરી રહેલી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. વર્ષ 2008 થી શરૂ થયેલી આ સીરીયલ આજે ખૂબ ઊંચા મુકામ પર પહોંચી ગઈ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક જૂના કલાકારો શો છોડી રહ્યા છે. પરંતુ આજે અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવી રહેલી ટપ્પુ સેના વિશે જણાવીશું કે ટપુસેના આજે કેટલી મોટી થઈ ચૂકી છે. તો ચાલો વાત કરીએ ટપુસેના ના મેમ્બરોની.

ભવ્ય ગાંધી – ભવ્ય ગાંધી એટલે ટપુસેના નો લીડર ટપ્પુ. ભવ્ય ગાંધી આજે 25 વર્ષનો થઈ ચૂક્યો છે. ભવ્ય ગાંધીએ સો છોડ્યા બાદ હિન્દી અને ગુજરાતી મુવી તરફ વળી ગયો છે. વર્ષ 2010માં ફિલ્મ સ્ટ્રાઈકર થી તેને બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ભવ્ય ગાંધીએ સો છોડ્યા બાદ તેના સ્થાને નવો ટપુ રાજ અનડકટ જોવા મળે છે. જુના ટપુની વાત કરવામાં આવે તો તેના ઉપર સો ના નિર્માતા એ આરોપ મૂક્યો હતો કે તે બિન પ્રોફેશનલ થઈ ચૂક્યો હતો. એટલે કે તેને તેઓને પૂછ્યા વગર ગુજરાતી ફિલ્મ સાઇન કરી હતી અને તેને શૂટિંગ કરવાની પણ ના પાડી દીધી હતી.

ઝીલ મહેતા – ટપુસેના મેમ્બર ઝીલ મહેતા એટલે કે સોનુ સો જ્યાર થી શરૂ થયો ત્યારે ભીડે અને માધવીની પુત્રીની ભૂમિકા ભજવનાર સોનુ નું સાચું નામ ઝીલ મહેતા છે. શો માં પોતાની એક અલગ છાપ ઊભી કરી હતી. ટપુસેનામાં માત્ર એક છોકરી હતી. હાલમાં ઝીલ મહેતાએ સો છોડી દીધો છે તેના સ્થાને નિધિ ભાનુશાલી આવી હતી. પરંતુ તેને પણ શો છોડી દેતા હાલમાં નવી સોનુ ભાગ ભજવતી જોવા મળે છે. આજે ઝીલ મહેતા નો દેખાવ કંઈક અલગ જ જોવા મળે છે. તે બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછી પાડી દે તેઓ તેનો દેખાવ જોવા મળે છે.

કુશ શાહ – કુશ શાહ એટલે ગોલી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ્યારે થી શરૂ થઈ ત્યારે ટપુસેના મેમ્બર તરીકે ગોલીનું સ્થાનિક અનોખું સ્થાન રહ્યું છે. પોતાની ભૂખને કારણે ગોલી ખૂબ જ મનોરંજન કરતો હોય છે અને આજ સુધી તેને શોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

સમય શાહ – આ શોમાં સૌથી નાનો મેમ્બર એટલે સમય શાહ એટલે કે ગોગી કે જે તેના રમુજી પ્રશ્નો અને સુંદર શૈલી માટે ખૂબ જ જાણીતો છે. ગોગી એ પણ આજ સુધી પોતાનું સ્થાન શોમાં જાળવી રાખ્યું છે અને આજે ગોગી ખૂબ જ મોટો થઈ ગયેલો જોવા મળે છે.

તરુણ ઉત્પલ – તરુણ ઉત્પલ એટલે ટપુસેના નો મેમ્બર પિંકુ. પિંકુ એ પણ આજ સુધી પોતાનું સ્થાન સીરીયલમાં જાળવી રાખ્યું છે. સિરિયલમાં પિંકુના માતા-પિતાને માત્ર એક જ વાર બતાવવામાં આવેલા છે. બાકી પિંકુનું પાત્ર એકલું બતાવવામાં આવી રહ્યું છે. આમ ટપુસેના આજે ખૂબ જ બદલાઈ ચૂકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *