ભારત માં વસતા કેટલાક યુવાનો અને યુવતીઓ જ્યારે સ્કૂલમાં અથવા કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યારે તેના મનમાં આઈ પી એસ કે આઈએએસ અધિકારી બનવાનું સપનું હોય છે. ips અને ias આ બે એવી પોસ્ટ છે કે જે ભારતમાં ઉચ્ચ પોસ્ટ ગણવામાં આવે છે. આ પોસ્ટ ઉપર પહોંચવું હર કોઈ વ્યક્તિઓને બસની વાત હોતી નથી. લાખોની સંખ્યામાંથી માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ આ પોસ્ટ ઉપર પહોંચતા હોય છે.
પરંતુ એકવાર આ પોસ્ટ ઉપર પહોંચ્યા બાદ કેવું જીવન આઈપીએસ અને આઈએસ અધિકારી જીવતા હશે તે લોકોના મનમાં ખાસ એવો પ્રશ્ન થતો હોય છે. તો એવા જ એક આઇપીએસ અધિકારી એ પોતાના ઘરની સફર કરાવી છે. તેને પોતાના ઘરનો વિડીયો બનાવીને શેર કરેલો જોવા મળે છે. વાત કરીએ તો 2013 બેન્ચ ના આઈપીએસ અભિષેક પલ્લવ કે પોતે એક સરકારી વિશાળ મકાનમાં રહે છે. આ મકાન નો વિડીયો ઉતારીને આઇપીએસએ પોતાના બંગલાની શેર કરાવે છે.
આ વીડિયોમાં જોવા મળે છે તેમ આઇપીએસ અભિષેક પલ્લવનું ઘર મોટા વિસ્તારમાં પથરાયેલ જોવા મળે છે. વિડીયો શરૂ થાય એટલે આઇપીએસ અધિકારી ઘરના દરવાજાથી અંદર પ્રવેશ કરે છે અને પોતાનું ઘર બતાવે છે. ઘર ની બહારના વિસ્તારમાં આલીશાન બગીચો જોવા મળે છે. બગીચામાં સુંદર લીલોતરી જોવા મળે છે. જેમાં એક ઝુલો પણ લગાવેલો છે જેના ઉપર બેસીને આઈપીએસ અધિકારી અભિષેક પલ્લવ છાપુ વાંચે છે.
તો બીજી તરફ એક નાનો ગાર્ડન એરીયા જોવા મળે છે. જેમાં અનેક કુંડાઓ માં છોડ રોપેલા જોવા મળે છે તો તેના ઉપર જવા માટે એક નાની એવી સીડી પણ મૂકેલી છે જેના પગથિયાં ચડીને આઈપીએસ અધિકારી ઉપર પણ પહોંચી રહ્યા છે. આ સુંદર એવી વિલા ને જોઈને હર કોઈ લોકોનું મન પ્રફુલ્લિત થયું છે. લોકોને આઇપીએસ અને આઈએસ અધિકારીનું જીવનશૈલી અને વ્યવસાયિક જીવન વિશે ખાસ એવું જાણવાનું ઉત્સાહ હોય છે. જેનો વિડીયો આઈપીએસ અધિકારીએ youtube ઉપર મૂકેલો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!