India

AAP ના આ નેતા ને લાગ્યો ચૂંટણી નો રંગ પાર્ટી એ તેનું પતું કાપી નાખતા વીજ ટાવર પર ચડી કર્યા તાયફા, જુઓ વિડીયો.

Spread the love

આપણા ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. દરેક પક્ષના લોકો ગુજરાત ઉપર રાજ કરવા માટે પોતાનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા લોકો મતદારોનું ધ્યાન ખેંચવા માટે રેલીઓ યોજતા હોય છે. મોટા મોટા નેતાઓ ગુજરાતના આંટા ફેરા કરવા લાગ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ અને પરિણામની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે.

તમામ પક્ષના લોકોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. પરંતુ જાણવા મળ્યું કે દિલ્હીમાં ચાર ડિસેમ્બરના રોજ એમ સી ડી ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. જેમાં આમ આદમી પાર્ટીએ 116 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. જેમાંથી અમુક કાર્યકર્તાઓને મોકો આપવામાં આવ્યો નથી. આથી જે કાર્યકર્તાઓને મોકો મળ્યો નથી તે લોકોએ પાર્ટી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.

જેમાંના એક કાર્યકર્તા હસીબ અલ હસન કે જે ને પાર્ટીનો અનોખી રીતે વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીના આ નેતા ને ટિકિટ ન મળતા તે શાસ્ત્રી પાર્ક મેટ્રો સામે આવેલા હાઈ વોલ્ટેજ વાયર ના ટાવર ઉપર ચડી ગયા હતા અને તેને પાર્ટી પર આરોપ લગાવ્યો કે પાર્ટીએ તેમને ટિકિટ ન આપી અને તેના બધા પેપર પણ મુકાવી દીધા હતા.

જે બાદ હસીને પેપર જ્યાં સુધી તેને પાછા ન મળે ત્યાં સુધી ટાવર ઉપર રહેવાની ધમકી આપી હતી અને આત્મહત્યા કરવાની પણ ધમકી આપી હતી. આ નેતા નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે બાદ લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. કેટલાક લોકોને આ વિડીયોમાંથી મનોરંજન પણ મળી રહ્યું છે અને કોમેડી પ્રતિક્રિયાઓ પણ કરી રહ્યા છે. આમ ચૂંટણી નજીક આવતા આવા તાઈફા લોકો સમક્ષ આવતા હોય છે અને ચૂંટણીનો રંગ લોકોમાં જામી જતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *