આ નવા ‘નટુકાકા’ એ તો આવતા વેંત જ કહ્યું કે, મારો પગાર ક્યારે વધશે? આ સાંભળતા જ અસીતમોદી…
ભારત માં લોકો ની પ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ માં હાલ માં સારા સમાચાર આવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં નટુકાકા ના ચાલ્યા જવાથી ટીવી સિરિયલ માં ખુબ જ ખાલીપો લાગતો હતો. જયારે સિરિયલ માં જેઠાલાલ ની ગડા ઇલેક્રોનિકસ આવે એટલે નટુકાકા હોય હોય ને હોય જ. એવામાં હાલ ગડા ઇલેક્ટ્રોનિક્સ ને નવો લુક આપવામાં આવ્યો છે. તો નટુકાકા કેમ ના હોય.
એટલે હવે સિરિયલ માં નવા નટુકાકા ની એંટ્રી થઇ ચુકી છે. નટુકાકા નું પહેલા પાત્ર ભજવનાર નટુકાકા એટલે કે ‘ ઘનશ્યામ નાયક ‘. ઘનશ્યામ નાયકે નટુકાકા નું પાત્ર ભજવીને જે મનોરંજન કર્યું છે. તે લોકો ક્યારેય ભૂલી શકવાના નથી. અને તે હમેશ ને માટે લોકો ના દિલો માં વસવાટ કરી ગયા છે. એવામાં હવે નટુકાકા ની ખોટ ના વર્તાય એટલે નટુકાકા નુ પાત્ર ભજવવા એક બીજા કલાકાર આવ્યા છે.
સિરિયલ ના પ્રોડ્યૂસર ખુદ અસિત મોદી એ આવીને માહિતી આપી હતી. અને નવા નટુકાકા વિસે એમ કહ્યું કે, આપણી વચ્ચે જે નટુકાકા આવ્યા છે. તેને આપણા જુના નટુકાકા એ મોકલ્યા છે. અસિત મોદી એ વધુ કહ્યું કે, ”દર્શકો તમને બધાને ખબર છે કે એક કલાકારને શું જોઈએ છે. બસ પ્રેમ જોઈએ છે. અને તમે દર્શકોએ અમને સમુદ્રભરીને પ્રેમ આપ્યો છે. આ નટુકાકને પર પણ તમે પ્રેમ વરસાવજો અને નાનીમોટી ભૂલ થઈ જાય તો પણ માફ કરી દેજો. મને પૂરો વિશ્વાસ છે કે આ નટુકાક પણ તમારા વિશ્વાસ પર ખરા ઉતરશે. તમારા પ્રેમનું ટોનિક જોઈએ છે. કલાકાર બદલતા રહેશે, કોઈ આપણ વચ્ચે નહીં રહે, કોઈ આ સફરમાં ચાલ્યા જશે, પણ કિરદાર ક્યારેય નથી બદલાતા. શો મસ્ટ ગો ઓન.”
આમ કહીને અસિત મોદી ગડા ઇલેક્ટ્રોનિક્સ માંથી બહાર જતા હોય છે. એવામાં નટુકાકા કહે છે કે, ‘ અસિતભાઈ મારો પગાર ક્યારે વધશે? ‘ ત્યારે અસિતભાઈ એ કહ્યું કે, જેઠાલાલ ને પૂછજો. આમ નવા નટુકાકા એ આવતા જ આપણા જુના નટુકાકા ની તરત જ યાદ અપાવી દીધી હતી. સિરિયલ માં જે ઘણા સમય થી નટુકાકા ની ખોટ વર્તાતી હતી. તે નવા નટુકાકા એ આવીને પુરી કરી દીધી. હવે જોવાનું રહ્યું કે, દયાબહેન ના પાત્ર માં કોણ એન્ટ્રી કરશે. અને ક્યારે?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!