Gujarat

આ બહેન 24-કલાક કરે છે ગાયો ની સેવા કમાવવાના સાધન તરીકે નહીં પણ સેવા કરી મેળવે છે મેવા વર્ષે કરે છે અધધધ કમાણી જાણો.

Spread the love

આપણા ભારત દેશમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાયને એક માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે ગાયોનો ઉછેર કરીને તેમાંથી ઘણી બધી કમાઈ કરતા હોય છે. એટલે કે ગાય દૂધ આપે તે દૂધ વહેંચીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ માંડવી પાસે આવેલી એક ગૌશાળામાં રહેતા એક બહેન 65 જેટલી ગાયોની સંભાળવાનું કામ કરે છે અને તે ગાયોનો ઉછેર કરીને વર્ષે 25 લાખ જેટલી કમાણી કરે છે.

પરંતુ જાણવા મળ્યું કે આ બહેન ગાયને કોઈ કમાવાના સાધન તરીકે નહીં પરંતુ એક સેવાના કાર્ય તરીકે કરે છે. જાણવા મળ્યું કે આ બહેન અને તેના પરિવારના સભ્યો ગાયોના ઉછેર થકી પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવે છે અને પોતાની નવ વીઘા જમીનમાં ગાયો માટે ચારા નો ઉછેર કરે છે અને તે ગાયોને રોજબરોજ ચારો ખવડાવે છે. ગાય તેમને રોજ એક 170 લીટર જેટલું દૂધ આપે છે.

માંડવીમાં રહેતા જમના બહેન અને તેમના પરિવારના સભ્યો આ સાથે સંકળાયેલા છે. 24 કલાક ગાયોની યોગ્ય સારવાર અને ગાયોનું ધ્યાન રાખવામાં આવે છે. જેના થકી તેના પરિવારમાં આજ સુધી કોઈ બીમારી નો ભોગ બન્યા નથી. જાણવા મળ્યું કે જમના બહેન ખુલ્લી જગ્યામાં એક કાચા શેડ બનાવીને તેમને ગાયોને ત્યાં ઉછેર કરે છે અને ગાયોને જો કોઈ નાનો મોટો ઘા હોય તો તેના ઉપર હળદર અને માખણ લગાવીને તેના જખમો સારા કરી દે છે.

જો ગાયોને તાવ આવ્યો હોય તો તે તાત્કાલિક ડોક્ટરને બોલાવીને તેને સારવાર કરાવી લે છે. જમના બહેન ઘરનું કામ, ગૌશાળા નું કામ, બાળકોને ઉછેર, ખેતીમાં મદદ અને દૂધના બનાવટથી બનતી પેકિંગની વસ્તુઓમાં પણ તે આખો દિવસ સમય પસાર કરતા હોય છે. સાથોસાથ તે બાળ સંસ્કાર કેન્દ્ર અને યુવા સંસ્કાર કેન્દ્રમાં પણ જાય છે. જેના થકી તેના બાળકોને યોગ્ય પ્રોત્સાહન પણ મળી રહે છે. તે દૂધ અને દૂધની અનેક વસ્તુઓ બનાવીને પરિવાર ચલાવે છે અને આ જમના બહેન ની સેવા તેના પરિવારને પણ મળી રહી છે અને આજે તે ખૂબ જ સારું નામ પણ મેળવી ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *