આ ટેણીયો તો ગજબ નીકળ્યો આ ટેણીયા એ રડતા રડતા જણાવ્યા રડવાના મોટા ફાયદા જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. જો એમાં પણ નાના બાળકોના વિડીયો આપણી સમક્ષ આવી જાય તો લોકોને ખૂબ મજા પડતી હોય છે. ખાસ કરીને આપણને ખ્યાલ છે તેમ નાના બાળકોને નાનપણથી ભણતરમાં રસ હોતો નથી. આથી તેને સ્કૂલમાં અને ઘરમાં પરાણે ભણાવવામાં આવતું હોય છે.
એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનો બાળક ટેબલ ઉપર ભણી રહ્યો હોય છે પરંતુ તેને ભણવું હોતું નથી. તેના મમ્મી તેને પરાણે ભણાવતા હોય છે અને તેના પપ્પા તેનો વિડીયો રેકોર્ડ કરતા હોય છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક રૂમ ની અંદર બાળક પેન્સિલ પકડીને નોટબુકમાં લખી રહ્યો હોય છે. પરંતુ બાળકને નોટબુકમાં લખવું હતું નથી.
એવામા તેના માતા તરફથી કહેવામાં આવે છે કે 19 તે પોતાની નોટબુકમાં લખે પરંતુ બાળક રડતા રડતા બોલે છે કે 19 પછી તે લખતો નથી. એવામાં તેના પિતા કે જે તેનો વિડીયો રેકોર્ડ કરતા હોય છે તે કહે છે કે રડવાનો શું ફાયદો તેના પર બાળક કહ્યું કે તમે ચૂપ રહો ત્યારે પિતા કહે છે હું શા માટે ચૂપ રહું તો બાળક કહે છે કે તમે મારી માતા નથી તમે પિતા છો.
પછી બાળક ને તેના મમ્મી દ્વારા પૂછવામાં આવે છે કે રડવાથી શું ફાયદો તો બાળક કહે છે કે રડવાથી ચોકલેટ મળે છે તો પિતા કહે છે કે કોણ તને ચોકલેટ આપશે. ત્યારે બાળક જવાબ આપે છે કે તમે આપશે ચોકલેટ. આમ આવો બાળકનો રડતા રડતા નો વિડિયો સામે આવ્યો છે તે જોઈને લોકો પણ ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ લાઈક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!