સોશિયલ મીડિયા પર અનેક વિડીયો મનોરંજનથી ભરપૂર વાયરલ થતા જોવા મળે છે. આપણે સૌ લોકો જાણીએ જ છીએ તેમ કે નાના બાળકોને નાનપણથી જ સ્કૂલમાં બેસાડી દેવામાં આવતા હોય છે. નાના બાળકોને ખાસ કરીને સ્કૂલે જવું ગમતું હોતું નથી અને સ્કૂલે જતા હોય તો પણ ભણવામાં પૂરતું ધ્યાન પણ આપતા હોતા નથી.
આપણા ભારતમાં પણ કેટલીક સ્કૂલો એવી છે કે જે સવારના સમયે ખુલતી હોય છે અને એમાં ખાસ કરીને નાના બાળકો અડધી ઊંઘમાં સ્કૂલે પહોંચતા હોય છે અને ક્લાસરૂમમાં જ શરૂ લૅક્ચરે ઊંઘી જતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળે છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક ક્લાસરૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ બેસેલા છે અને એક શિક્ષક વિદ્યાર્થીઓને એબીસીડી શીખવાડી રહ્યા છે.
એવામાં આગળની લાઈન પર બેસેલો એક નાનો બાળક કે જે કાચી ઊંઘમાં છે. બાળકો અને શિક્ષક માટે મોટે થી એબીસીડી બોલવવા છતાં પણ આ નાનો એવો બાળક ઊંઘમાં જોવા મળે છે અને આમથી તેમ જોલા ખાતો જોવા મળે છે. અચાનક તેનું માથું નીચે પટકાય છે છતાં પણ બાળકની ઊંઘ પૂરી થયેલી જોવા મળતી હોતી નથી. પાછળ રહેલા બીજા બાળકો આ બાળકને જોઈને ખૂબ જ હસી રહ્યા છે તો શિક્ષક નાના બાળક નો વિડીયો ઉતારી રહ્યા છે.
ये किसका बचपन है भाई 😂❤️ pic.twitter.com/RRKvqDaYoc
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 21, 2022
આ વિડીયો જોતા લોકોને ખૂબ જ મનોરંજન મળી રહ્યું છે. લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આવા વિડીયો લોકોને જોવા ખૂબ જ ગમતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર લોકો ખાસ કરીને આવા વીડિયો જોઈને સમય પસાર કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!