આજના જમાનામાં ભણતરનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે અને જો બાળકો અભ્યાસ કરીને બહાર આવે તો બાળકોના મગજ પણ ખૂબ જ ઊંચી દિશામાં દોડતા થઈ જતા હોય છે. પરંતુ આજે એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે જેના કારણે બાળકોને ભણવું ગમતું હોતું નથી એટલે કે બીજી એક્ટિવિટીમાં બાળકોનું મન પરવાઇ રહેતું હોય છે.
એવામાં સ્કૂલમાં કેટલાક એવા શિક્ષકો હોય છે કે જે તેના બાળકોને સહજતાથી ભણાવી શકતા હોય છે કે જેના લીધે બાળકોને ભણવામાં રસ જાગતો હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એક ભૌતિકશાસ્ત્રના શિક્ષકનો છે કે જેને માત્ર 10 સેકન્ડમાં એક કાચનો ગ્લાસ ગાયબ કરી દીધો હતો તો ચાલો જાણીએ.
આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ ભૌતિકશાસ્ત્રના એક શિક્ષક ભૌતિકશાસ્ત્રના ટોપીક રીફ્રેકટીવ ઇન્ડેક્સ ઉપર લેક્ચર આપી રહ્યા છે. જેમાં તે શિક્ષક એક મોટો કાચ નો ગ્લાસ લે છે તેની અંદર એક નાનો કાચનો ગ્લાસ નાખે છે. ત્યારબાદ તેમાં ઓઇલ નાખવામાં આવે છે જેના બાદ અંદર રહેલો નાનો કાચનો ગ્લાસ થોડીવાર માટે ગાયબ થઈ જાય છે એટલે કે શિક્ષક જણાવે છે કે જ્યારે બે વસ્તુઓનો રીફ્રેકટીવ ઇન્ડેક્સ સમાન હોય છે ત્યારે પ્રકાશ પાછો વળતો નથી અને તેના માટે જ કાચ નો ગ્લાસ દેખાતો હોતો નથી.
આમ આ શિક્ષકની ભણાવવાની રીત જોઈને ન ભણતા વિદ્યાર્થીઓને પણ ભણવામાં મન પરોવાઈ જતું હોય છે. આ વીડિયોને દિપક પ્રભુ નામના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કારણ કે શિક્ષક ની ભણાવવાની પદ્ધતિ જોઈને લોકો શિક્ષકના ખૂબ વખાણ કરી રહ્યા છે. આવા અવનવા ટેલેન્ટથી ભરેલા શિક્ષકો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે કે જે બાળકને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરાવતા હોય છે.
He is a real hardcore teacher and not the ones who just want to shine speaking English. pic.twitter.com/BMj2zAIEog
— Deepak Prabhu (@ragiing_bull) November 8, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!