મહારાષ્ટ્ર નું આ અનોખું ગામ જ્યાં યુવાનો ત્રણ થી ચાર પત્ની રાખે છે કારણ સાંભળી મહિલાઓ પર આવી જશે દયા,
આપણા ભારતમાં હજુ કેટલાક ગામડાઓ છેવાડાના એવા છે કે જ્યાં હજુ સુધી પીવાના પાણીની વ્યવસ્થા પહોંચાડવામાં આવી નથી. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. લોકોને માયલો દૂર સુધી માથે બેડા મૂકીને પાણી ભરવા જવું પડે છે. પરંતુ દિવ્યભાસ્કરના અહેવાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જાણીને તમે વિશ્વાસ નહીં કરો.
મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લા ના છેવાડાના ગામ એવા ડેંગનમલ માં એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જે ગામમાં વસતા લોકો એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર અથવા પાંચ લગ્ન કરે છે. આ લગ્ન કરવા પાછળનું કારણ માત્ર એક છે કે તે તેઓની પત્નીને માઈલો દૂર સુધી પાણી ભરવા મોકલી શકે. જાણવા મળ્યું કે આ ગામમાં જે યુવાન તેની પ્રથમ પત્ની સાથે લગ્ન કરે છે તે પત્ની દ્વારા તે બાળકો પેદા કરે છે અને સંપત્તિમાં માત્ર પ્રથમ પત્નીને હક આપે છે.
આ બાદ જો તે બીજા, ત્રીજા, ચોથા એમ ગમે તેટલા લગ્ન કરે પરંતુ તેની બીજી, ત્રીજી, ચોથી વગેરે પત્નીઓને નાતો બાળક પેદા કરવાનો અધિકાર છે ના તો તેને કોઈ સંપત્તિમાં હક રહે છે. માત્ર સવારથી સાંજ માથા ઉપર બેડા લઈને ઘરથી માઈલો દૂર પાણી ભરવા નીકળી પડવું જ પડે છે. મહિલાઓએ જણાવ્યું કે તે લોકોની કમર તૂટી જાય છે. કેટલાક મહિલાઓ એટલા બધા વૃદ્ધ છે કે તેઓ ચાલી પણ નથી શકતા છતાં પણ તે લોકો પાણી ભરવા માટે કેટલાય કિલોમીટર દૂર સુધી બેડા લઈને જાય છે.
આ બાબતે ગામના લોકોએ અને સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે પાણીની સમસ્યા તો કપરી છે પરંતુ તે લોકોએ તેનો બચાવ કરતા કહ્યું કે યુવાનો માત્ર પાણી ભરવા માટે લગ્ન કરતા નથી. પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી હતી. લોકો મીડિયા ના પ્રશ્નને ટાળતા જોવા મળ્યા હતા. કેટલીક મહિલાઓએ કહ્યું કે તે લોકો સાત કિલોમીટર દૂર સુધી ચાલીને પાણી ભરવા જાય છે.
માથા ઉપર વજન ઊંચકી શકતા નથી માથા ઉપર એક થી બે બેડાઓ લઈ આવે છે બીમાર પડવા લાગે છે છતાં પણ તે લોકો એક દિવસમાં 60 થી 80 લીટર પાણી લઈને ઘરે આવે છે. આમ આવો અનોખો કિસ્સો સામે આવતા લોકો પણ સાંભળીને ચોંકી ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!