Categories
India

પોતાના જીવ કરતા પણ વધુ પ્રેમ કરે ગાય ને આ મહિલા ગાયમાતા ને અલગ બેડરૂમ આપી કરે છે ખુબ સેવા જુઓ વિડીયો.

Spread the love

આપણે લોકો જે ધરતી ઉપર રહીએ છીએ તે ધરતી ઉપર માત્ર મનુષ્ય જ નહીં પરંતુ મૂંગા પશુ પ્રાણીઓ પણ વસવાટ કરતા હોય છે. મનુષ્ય તો ગમે તેમ મહેનત કરીને પોતાનું પેટ ભરી લેતા હોય છે પરંતુ મૂંગા પશુ પક્ષીઓ ને રખડી રખડી ને પોતાનું પેટ ભરવાનો વારો આવતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણી આજુબાજુના લોકો પોતાના ઘરે કેટલાક પાલતુ પ્રાણીઓને પણ રાખતા હોય છે. ખાસ કરીને પાલતુ પ્રાણીઓમાં કૂતરાઓ અથવા તો બિલાડીઓનો સમાવેશ થાય છે.

કે જે લોકો આવા પ્રાણીઓને પોતાના ઘરમાં પોતાના ઘર ના સદસ્ય ની જેમ સાચવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય ગાયોને પોતાના ઘરની અંદર પોતાના ઘરના બેડરૂમમાં એક અલગ બેડરૂમ આપીને સાચવતા જોયા છે? જો ના જોયા હોય તો ચાલો આજે અમે તમને બતાવીએ. જાણવા મળ્યું કે રાજસ્થાનમાં રહેતો એક પરિવાર કે જે પોતાના ઘરની અંદર ત્રણ ગાયો રાખે છે. આ ગાયો ના નામ ગોપી, ગંગા અને પૃથ્વી જાણવા મળ્યું છે. આ ગાયો ને પરિવાર દ્વારા એવી સાચવણી કરવામાં આવે છે કે પોતાના ઘરની અંદર ગાયો માટે એક અલગ વ્યક્તિગત બેડરૂમ બનાવવામાં આવેલો છે.

જેમાં માત્ર ગાયો જ રહે છે એટલું જ નહીં બેડરૂમની અંદર પલંગ પણ પાથરવામાં આવેલા છે પલંગ ઉપર ગાદલા અને બેડશીપ શીટ પથરાયેલી જોવા મળે છે કે જેના ઉપર ગાયો આરામથી રહી શકે છે અને ગાયોને ઠંડી ના લાગે તેના માટે બેડ ઉપર તેના માટે ચાદરો પણ જોવા મળે છે. આ રાજસ્થાનના પરિવારના અનેક વિડિયો આપણને સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે જેને જોઈને તમે લોકો પણ આ પરિવારની તારીફ કરતા થાકશો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Cowsblike (@cowsblike)

વીડિયોમાં જોવા મળે છે તેમ ગાયો પણ પરિવારના સભ્યોની સાથે આરામથી રહે છે અને વીડિયોમાં જોવા મળે છે તેમ એક મોટી ઉંમરના મહિલા આ ગાયોની ખૂબ જ સેવા કરતા જોવા મળે છે. ગાયોને કોઈપણ જાતની તકલીફ પડવા દેતા નથી અને ગાયો માટે જમવાની પણ વ્યવસ્થા કરી નાખતા જોવા મળે છે. રાજસ્થાન સ્થિત આ પરિવાર તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @cowsblike પર વિડીયો શેર કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Cowsblike (@cowsblike)

તો એક ફોટામાં ગાયોને આ મહિલાએ ચશ્મા પણ પહેરાવેલા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકોને આ પરિવાર દ્વારા ગાયોની જે રીતે સેવા કરવામાં આવે છે તે જાણીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *