આ યુવકે પોતાના પ્રેમ માટે પોતાના પરીવાર સામે લવમેરેજ કર્યા અને યુવતીએ એવું કર્યું…….
ભારત ના બિહાર રાજ્ય માંથી એક હચમાચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમિકા એ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ પ્રેમીકા કોઈ બીજા યુવક સાથે તેના પતિ ને છોડીને નાસી ગઈ હતી. જાણવા મળ્યું કે, પતિ એ તેના પરિવાર ની વિરૃદ્ધ જય ને લવ મેરેજ કર્યા હતા. આ ઘટના સામે આવતા લોકો માં ભારે ચકચાર થવા પામી છે.
સમગ્ર ઘટના માં વિગતે જાણવા મળ્યું કે, બિહાર ના પટનાના રેનિયા ગામ માં રહેતા 22 વર્ષ ના યુવક સત્યાનંદે તેની પ્રેમિકા 20 વર્ષ ની સુમન ઉર્ફે રાની કુમારી સાથે એપ્રિલ 2022 માં લગ્ન કર્યા હતા. સુમન અને સત્યાનંદ બે વર્ષ થી એકબીજા ના પ્રેમ માં હતા. સત્યાનંદ ના પરિવાર ને ખબર પડતા સત્યાનંદે પરિવાર વિરુદ્ધ જય ને પ્રેમ લગ્ન કરી લીધા.
લગ્ન કર્યા બાદ સુમન તેના કોઈ નવા બોયફ્રેન્ડ સાથે રાત દિવસ વાતો કરતી હતી. જયારે આ વાત ની ખબર તેના પતિ સત્યાનંદ ને પડી તો બન્ને વચ્ચે બોલાચાલી થઇ અને સુમને કહ્યું કે તેને સત્યાનંદ સાથે નથી રહેવું. પતિ સત્યાનંદ ના વિરોધ છતાં તે અન્ય યુવક સાથે વાતો કરતી હતી. સુમન સોમવારે સત્યાનંદ ના ઘરે થી 20,000 રૂપિયા રોકડા અને મંગળસૂત્ર લઇ ને ઘરે થી ભાગી ગઈ હતી.
સત્યાનંદે આ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. સત્યાનંદે જણાવ્યું કે લગ્ન પહેલા સુમન નું કોઈ સાથે ચક્કર છે આ વાત ની તેને ખબર ના હતી. લગ્ન જીવન ને શર્મસાર કરે તેવો આ બનાવ છે. આ બનાવ બનતા જ ભારે ચકચાર મચી ગઈ હતી. સત્યાનંદે પરિવાર ની વિરુદ્ધ માં જય ને સુમન સાથે લગ્ન કર્યા આ તેનું પરીણામ તેને ભોગવવું પડ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!