ભાવનગર નો આ યુવાન આ તારીખે KBC માં ગુજરાત નો ડંકો વગાડશે. ‘અમિતાભ બચ્ચન’ ને પણ પરસેવો વાળી દીધો..જુઓ પ્રોમો.
આપણા ભારત માં વર્ષ દરમિયાન કેટલાક એવા શો છે કે જે વર્ષ દરમિયાન એક વાર આવે જ છે. એવો જ એક શો છે કોન બનેગા કરોડપતિ. કોન બનેગા કરોડપતિ શો માં લોકો આવીને કરોડપતિ થઇ જવાના ઘણા દાખલાઓ આપણી સમક્ષ આવી ચુક્યા છે. લોકો ને કોન બનેગા કરોડપતિ માં જવાના બે લાભ છે એક તે માલામાલ થઇ જતા હોય અને બીજો એ કે તે સદી ના મહાનાયક એવા અમિતાભ બચ્ચન ને મળવાનો મોકો.
હાલ કોન બનેગા કરોડપતિ ની સીઝન 14-મી સીઝન ચાલી રહી છે. એવામાં આપડા ગુજરાત નો તારલો કોન બનેગા કરોડપતિ ના શો માં પોતાનું નસીબ અજમાવા જય રહ્યો છે. આ તારલા ની વાત કરીએ તો ભાવનગર જિલ્લા માં આનંદનગર વિસ્તાર માં રહેતા વિમલ કામ્બડ નામનો યુવાન આગામી 16 અને 17 તારીખ ના રોજ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા મલશે…જુઓ વિડીયો.
Kbc pic.twitter.com/sK4oCNsWxb
— Today GUJARAT (@TodayGUJARAT1) August 12, 2022
આ યુવાન નો અમિતાભ બચ્ચન સાથે નો એક પ્રોમો પણ હાલ ચેનલ વાળા એ બહાર પાડ્યો છે. જેમાં આ યુવાન અમિતાભ બચ્ચન સાથે મજાક કરતો જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે, વિમલ કહે છે કે, હવે તેને હવે તેના લગ્ન ન થાય તેવું શક્ય જ નથી. કારણ કે, તેના લગ્ન માટે નું માર્કેટિંગ અમિતાભ બચ્ચને કર્યું છે. જે તમે પ્રોમો વિડીયો માં સાંભળી શકો છો.
આમ વિમલ આગામી 16-17 તારીખે શો માં પોતાની બહેન શિવાની સાથે જોવા મળશે. વિમલ નો પરિવાર ખેતીવાડી સાથે સંકળાયેલ પરિવાર છે. સાથે વિમલ નોકરી પણ કરે છે. હવે વિમલ કેટલા રૂપિયા કોન બનેગા કરોડપતિ માંથી જીતી ને ઘરે લઇ જાય તે જોવાનું રહ્યું. વિમલ નો પરિવાર પણ એક સામાન્ય પરિવાર છે. તો જોવાનું ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!