મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેલિવિઝન દરેક ઘરમાં જોવામાં આવે છે. અને ટેલિવિઝન આજે દેશમાં મનોરંજન પૂરું પાડતુ સૌથી મોટું માધ્યમ બની ગયું છે. આજના સમયમાં લોકો દ્વારા ટેલિવીઝન પર અનેક સિરિયલ જોવામાં આવે છે. જે પૈકી અમુક સિરિયલ લોકોમાં પોતાની ઊંડી છાપ છોડે છે. અને આવી અમુક સિરયલ લોકો રોજ બ રોજ અને વારંવાર જોવી પસંદ કરે છે. તેવામાં આપણે પણ અહીં અમુક એવી જ સિરિયલ વિશે વાત કરવાની છે.
આપણે અહીં જે સિરિયલ વિશે વાત કરવાની છે. તે સિરિયલો આજે સફળતા ની શિખરો પર છે. અને તેમાં કામ કરતા કલાકારો પણ સફળતાની ટોચ પર બેઠા છે. જો કે આપણે અહીં એવા કલાકારો વિશે વાત કરવાની છે કે જેમને આ સીરીયલ કરવા માટે પહેલા ઓફર કરવામાં આવી હતી અને જે તે સમયે અલગ અલગ કારણોથી અનેક કલાકારોએ આ સિરિયલ છોડી દીધી હતી. પરંતુ હાલમાં તે ઘણી સુપરહિટ સાબિત થઇ છે.
આ યાદીમાં પ્રથમ નામ ટેલિવિઝન ની સૌથી સફળ અને સુંદર અભિનેત્રી મોના નો સમાવેશ થાય છે. આપણે મોનાને અનેક સિરિયલ માં જોઈ છે તેમણે પોતાની એક્ટિંગ સ્કિલના કારણે ટેલિવિઝન જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જણાવી દઈએ કે હાલની સુપર હિટ સિરિયલ અનુપમાં માં અનુપમા નું પાત્ર પહેલા મોનાને ઓફર કરવામાં આવ્યું હતું પરંતુ તેમણે આ પાત્ર કરવાની ના પડતા બાદમાં તે રૂપાલિ ગાંગુલીને આપવામાં આવ્યું.
આ ઉપરાંત જો વાત ટેલિવિઝન ની લોકપ્રિય બહુ એટલે કે ગોપી વહુ વિશે કરીએ તો ગોપીના પાત્રથી લોકપ્રિય બનેલ દેવોલિના ને પણ ઘણા પ્રોજેક્ટ ઓફર થયા હતા જે પૈકી લોકપ્રિય કાર્યક્રમ એ રિસ્તા ક્યાં કહેલાતા હે માં ડો પ્રિષાની ના પાત્ર માટે દેવોલિના ને પણ ઓફર મળી હતી. પરંતુ તેમણે આ પાત્ર માટે તે સમયે કોઈક કારણોસર ના કહી હતી પરંતુ હાલમાં આ શો ઘણો જ લોકપ્રિય બન્યો છે,
આગળ જો વાત હોટ એન્ડ બ્યુટીફૂલ દિવ્યાંકા અંગે કરીએ તો જણાવી દઈએ કે આપણે તેમને ઘણી સીરિયલમાં જોયેલા છે. જો કે જણાવી દઈએ કે તેમને લોકપ્રિય ધારાવાહિક ” બડે અચ્છે લાગતે હે 2 ” માં રોલ માટે ઓફર મળી હતી પરંતુ તેમણે ફક્ત એટલા માટે ના કહી કે તેઓ માનતા હતા કે ઓન સ્ક્રીન તેમની અને અભિનેતા નકુલ મહેતા ની જાડી સારી લાગશે નહિ.
આ યાદીમાં આગળ નું નામ લોક પ્રિય અભિનેત્રી રૂબીના દિલાઈકનું પણ છે. જણાવી દઈએ કે તેઓ પોતાની એક્ટિંગ અને પોતાના દેખાવને કારણે ઘણા લોકપ્રિય બન્યા છે. તેમને સૌ પ્રથમ ધારાવાહિક હિન્દીમાં માલિની નો રોલ આપવામાં આવ્યો હતો. જો કે આ રોલ માટે રૂબીના તૈયાર ન હતી માટે તેમણે આ ઓફર સ્વીકારી નહિ.
જો વાત યે રિસ્તા ક્યાં કહેલાતા હે અંગે કરીએ તો જણાવી દઈએ કે આ શોમાં હાલમાં મુખ્ય અભિનેત્રી તરીકે શિવાંગી જોશી જોવા મળે છે. પરંતુ જણાવી દઈએ કે આ રોલ સૌ પ્રથમ સનાયા ઈરાનીને ઓફર કરવામાં આવ્યો હતો. જો કે તેમણે આ રોલની ના પડતા શિવાંગી ને કાસ્ટ કરવામાં આવી અને આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આ શો ની લોકપ્રિયતા કેટલી છે.
છેલ્લે જો વાત ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય શો એટલે કે ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ” અંગે કરીએ તો આપણે સૌ આ શો અને ખાસ તો જેઠાલાલ ની લોકપ્રિયતા વિશે જાણવીએ છી પરંતુ જણાવી દઈએ કે આ શો મા જેઠાલાલ ના પાત્ર માટે દિલીપ જોશી બીજી પસંદ હતા શોના મેકર્ષ ની ઈચ્છા અલીઅજગર ને જેઠાલાલ બનાવવાની હટી. પરંતુ તેમના સમયની વ્યસ્તતાને કારણે દિલીપ જોશી ને આ રોલ મળ્યો.