ગળા માં ટાઈ, ઈન કરેલા કપડાં, ખિસ્સા માં આઈકાર્ડ ! રસ્તા પર ચણાચુર વહેંચતા ભાઈ નો અંદાજ. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા લોકો માટે એક મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. લોકોં પાસે કઈ કામ ના હોય એટલે સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હોય છે. આજકાલ દેશ માં ભુવન બદ્યાકરની સ્ટાઈલ સુપરહિટ બની છે. જે રીતે તે કાચી બદામ ગાતો જોવા મળ્યો, તે આખા દેશમાં લોકપ્રિય થયો. હવે આવા અનેક વિડીયો દેશ ના લોકો બનાવી ને વાયરલ કરે છે.
એવો જ એક વિડીયો ચણાચુર વેચતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે લોકો પાસે પ્રોફેશનલ નોકરી હોય. જેવી કે મોટી મોટી કોઈ બેન્ક માં કે મોટો મોટી કોઈ કંપની માં તેવા લોકો ઈસ્ત્રી ટાયટ કપડાં, ગળામાં ટાઈ, પગ માં શૂઝ અને ખિસ્સા માં એક મસ્ત આઈકાર્ડ લટકતું હોય છે. આપણે દૂર થી જોઈ એ એટલે તેવા લોકો અલગ જ તરી આવે છે.
આ વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ એ ઈન કરેલા કપડાં, ગળામાં ટાઈ નાખી અને મસ્ત ખીસા માં આઈકાર્ડ લટકાવીને રસ્તા પર ચણાચુર વહેંચતો જોવા મળે છે. આ રસ્તા પર ચણાચુર વહેંચતા વ્યક્તિ ને જોઈ ને લોકો પણ હેરાન થઇ ગયા. કોઈ કંપની માં કામ કરતો હોય એમ તૈયાર થઇ ને રસ્તા પર ચણાચુર વહેંચે છે. ચના વહેંચવાની સ્ટાઇલ સુપર છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો લોકો ખુબ નિહાળી રહ્યા છે. લોકો કોમેન્ટો કરતા કહે છે કે, આ ભાઈ એ સાઈડ બિઝનેસ કર્યો લાગે. લોકો ને આ વિડીયો જોઈ ખુબ મનોરંજન મળી રહ્યું છે. અત્યાર સુધી માં વિડીયો 16-હજાર થી વધુ લોકો લાઇક્સ કરી ચુક્યા છે. અને 14-હજાર લોકો એ જોઈ લીધો છે. આવા અનેક લોકો રસ્તા પર આપણ ને આવી રીતે કઈ ને કઈ વસ્તુઓ વહેંચતા જોવા મળે છે. આ વિડીયો બાંગ્લાદેશ નો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.