India

‘ટાઇગર શ્રોફે’ ખરીદ્યો આલીશાન,અદ્દભુત ફ્લેટ ! 5-સ્ટાર હોટેલ ને ટક્કર આપે તેવો છે 8-BHK ફ્લેટ, જુઓ તસવીરો.

Spread the love

આજે બોલીવુડના અભિનેતા ખૂબ જ આલિશાન અને વૈભવશાળી જીવન જીવે છે. બોલીવુડના ઘણા બધા યુવા અભિનેતાઓ પણ આજે બોલિવૂડમાં ખૂબ જ નામના કમાઈ ચૂક્યા છે. વર્ષ 2014 થી ફિલ્મ હીરોપંતી થી બૉલીવુડમાં કરિયરની શરૂઆત કરનાર અભિનેતા એટલે ટાઈગર શ્રોફ. ટાઇગર શ્રોફનું આજે બોલિવૂડમાં ખૂબ જ મોટું નામ છે. તેને અનેક હિટ ફિલ્મો આપેલી છે. ટાઈગર શ્રોફ છેલ્લે બાગી 3 મુવી માં જોવા મળ્યો હતો.

જે બાદ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર ટાઈગર શ્રોફનું વંદે માતરમ નું રીપ્રાઈઝ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું હતું. જે લોકોને ખૂબ ગમ્યું હતું. આજે અમે તમને ટાઈગર શ્રોફના ઘર વિશે થોડી માહિતી આપીશું. ટાઈગર શ્રોફે હાલમાં જ મુંબઈના ખાર વેસ્ટ માં રુસ્તમજી પેરામાઉન્ટ માં એક નવો ફ્લેટ ખરીદ્યો છે. આ વિસ્તાર મુંબઈનો સૌથી મોંઘો વિસ્તાર છે. એપાર્ટમેન્ટમાં 2-3-4-5-6-અને 8 બીએચકે ફ્લેટ સામેલ છે.

ટાઈગર શ્રોફે મુંબઈના રુસ્તમજી પેરામાઉન્ટ માં ખૂબ જ આલીશાન 8-બીએચકે ફ્લેટ ખરીદ્યો છે. આ ઘરમાં ટાઈગર શ્રોફ અને તેનો પરિવાર શિફ્ટ થઈ ચૂક્યા છે. આ 8-બીએચકે ફ્લેટ કોઈ ફાઇવસ્ટાર હોટલથી ઓછો નથી. આ ઘરનું ઇન્ટિરિયર બોલીવુડના એક્ટર જોન અબ્રાહમના ભાઈ એલન અને એલન દ્વારા કરવામાં આવ્યું છે. ટાઈગર શ્રોફે ખરીદેલા એપાર્ટમેન્ટમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેત્રી રાની મુખર્જી, મેઘના ધાઈ પુરી, દિશા પટની ઉપરાંત પ્રખ્યાત ક્રિકેટરો હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા વગેરે રહે છે.

એમાં ટાઈગર શ્રોફનું નામ પણ સામેલ થઈ ચૂક્યું છે. ટાઈગર શ્રોફ ના નવા ઘરમાં જીમ, સ્વિમિંગ પૂલ ઉપરાંત ગેમિંગ એરિયા નો પણ સમાવેશ થાય છે. કોમ્પ્લેક્સની બાલકની માંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે જે ઘરને આલીશાન બનાવે છે. ટાઈગર શ્રોફ એવા કલાકાર છે કે જેને આજ સુધીમાં અનેક એક થી એક ચડિયાતી મુવીમાં કામ આપેલું છે અને તેની દરેક ફિલ્મ હીટ સાબિત થઈ છે. તે તેની એક્ટિંગ માટે અને એક્શન માટે ખૂબ જ જાણીતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *