Categories
India

એકસાથે ત્રણ મિત્રો ને ભરકી ગયો કાળ ! જગન્નાથજી ના દર્શન કરી પરત આવતા ટ્રક અને કાર વચ્ચે થઇ ભયાનક ટક્કર જુઓ તસ્વીર.

Spread the love

રોજબરોજ અકસ્માત થવાના અનેક બનાવો સામે આવતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. હાલ દિવાળી વેકેશનનો માહોલ છે. એવામાં લોકો પોતાના પરિવાર સાથે અથવા તો મિત્રો સાથે વેકેશનની મજા માણવા નીકળી પડતા હોય છે અને દૂર દૂરનો પ્રવાસ કરતા હોય છે. એવી જ એક ઘટના હાલ પેથાપુર ગામથી સામે આવે છે.

પેથાપુર ગામમાં રહેતા ચાર મિત્રો જયેશભાઈ જશવંતભાઈ પરમાર, કિરણકુમાર પ્રવિણચંદ્ર મહેતા, રસિકભાઈ સોમનાથ ભાઈ મિસ્ત્રી અને મહેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ડાભી જેવો 29 ઓક્ટોબર ની રાત્રે i20 મોટર કાર લઈને ઓરિસ્સામાં આવેલા ભગવાન જગન્નાથજી ના મંદિરે દર્શન કરવા ગયા હતા. તમામ મિત્રો બુધવારે દર્શન કરીને કારમાં પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન ખુરદાસ જિલ્લામાં તેઓની કાર સાથે એક ટ્રકે ભયાનક ટક્કર મારી અને ઘટના સ્થળે ત્રણ મિત્રોના દુઃખદ મોત નીપજ્યા હતા.

મૃત્યુ પામનાર જયેશભાઈ પરમાર, કિરણકુમાર મહેતા અને રસિકભાઈ મિસ્ત્રી નો સમાવેશ થાય છે. જ્યારે મહેન્દ્રસિંહ ડાભીને પગે ફેક્ચર અને ગંભીર ઇજા ઓ થઈ હતી કે જેઓને ત્યાંની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના સામે આવતા પેથાપુર શહેરમાં ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું હતું. જાણવા મળ્યું કે કિરણકુમાર મહેતા ગામમાં સેવા ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.

જયેશભાઈ પરમાર નગરપાલિકાની નોકરી કરતા હતા. તો રસિકભાઈ કે જેઓ મિસ્ત્રીનું કામ કરતા હતા. પરિવારને આ બાબતની જાણ થતા તેઓ મૃતદેહ લેવા હવાઈ માર્ગે ગયા હતા. જાણવા મળ્યું કે પેથાપુરમાં મૃતદેહને લાવ્યા બાદ તેને અંતિમ વિધિ કરવામાં આવશે. આમ આ તમામ મિત્રોના દુઃખદ અવસાન થતા ગામમાં ભારે અરેરાટી નો માહોલ છવાય ચૂક્યો હતો. આવી અનેક ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને લોકો મોતને ભેટી પડતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *