55-વર્ષ ના વ્યક્તિ માટે જિમ બન્યું કાળ ! વર્કઆઉટ કર્યા પછી વ્યક્તિ જિમ માં જ ઢળી પડ્યા અને, જુઓ વિડીયો.
આજકાલ ભારતીય યુવાનોમાં જિમમાં જઈને પોતાની બોડી બનાવવાનો અનોખો ક્રેસ ચડ્યો છે. યુવાનો ખાસ કરીને જીમમાં જઈને માત્ર મોજ શોખ ખાતર પોતાની બોડી બનાવતા હોય છે. પરંતુ ક્યારેક જીમમાંથી એવી એવી ધ્રુજાવી દેતી ઘટનાઓ સામે આવતી હોય છે કે ક્યારેક કોઈ વ્યક્તિના વર્ક આઉટ કરતા સમયે મૃત્યુ પણ થઈ જતા હોય છે. એવી જ એક ઘટના હાલ ઈન્દોર શહેરમાંથી સામે આવી છે.
વાત કરીએ તો ઇન્દોર શહેરમાં એક જીમ માં વર્કઆઉટ કર્યા બાદ એક વ્યક્તિના હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. જેમાં ઈન્દોર શહેરમાં આવેલા ગોલ્ડન જિમમાં સ્ક્રીન નંબર 78 માં આ ઘટના બની હતી. જેમાં 55 વર્ષના પ્રદીપ રઘુવંશી નામના વ્યક્તિ કે જેઓ ટ્રેડમિલ પર દોડયા અને ત્યારબાદ તેને અચાનક મૂંઝારો થવા લાગ્યો હતો. તેને જિમમાં રાખેલા એક ટેબલના સહારે પોતાનું શરીર ટેકવી દીધું.
અને પોતાનું જેકેટ ઉતારી દીધું હતું અને ત્યારબાદ તેને ચક્કર આવતા ત્યાં પડી ગયા હતા. ત્યારબાદ જીમના ટ્રેનર અને અન્ય સાથીદારો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમના મૃત જાહેર કર્યા હતા. આ બાબતે ઇન્ડિયા ટુડે ટીવી ની સાથે વાત કરતા ડોક્ટરોએ જણાવ્યું કે વર્ક આઉટ કરતા પહેલા મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી હોય છે અને ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિએ વર્કઆઉટ કરતા પહેલા ચેકઅપ કરાવવું અગત્યનું બની રહે છે.
जिम में वर्कआउट के दौरान हार्ट अटैक के मामले देशभर में बढ़ते जा रहे है, ऐसा ही एक मामला इंदौर से सामना आया है। यहां एक होटल संचालक की जिम में हार्ट अटैक से मौत हो गई, कैमरे में कैद हुआ शॉकिंग मंजर।#Indore #latestnews #lucknowkibaat32 pic.twitter.com/oXOj4LHDyO
— लखनऊ की बात (@Lucknowkibaat32) January 5, 2023
આજકાલ લોકો જીમમાં જવાનું ખાસ શરૂ કરી દેતા હોય છે અને ડોક્ટરોની સલાહ લીધા વગર અવનવા પ્રોટીન પણ લેતા હોય છે તે ન લેવું જોઈએ. આ ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે તેમ વ્યક્તિ ટ્રેડમિલ ઉપર દોડીને આવ્યા બાદ વ્યક્તિ સાથે આ ધ્રુજાવનારી ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!