મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે આલીશાન અને વૈભવી રીતે જીવન જીવે છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એ જે બિઝનેસ શરૂ કર્યો હતો તેને મુકેશ અંબાણી આજે એક નવી ઊંચાઈ ઉપર લઈ ગયા છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી ની વાત કરવામાં આવે તો હાલમાં મુકેશ અંબાણી અને અંબાણી વચ્ચે ખાસ એવો વ્યવહાર જોવા મળતો નથી. મુકેશ અંબાણી દિન પ્રતિદિન ધનિક વ્યક્તિ થતા જાય છે તો અનિલ અંબાણી પાસે મુકેશ અંબાણી જેટલી સંપત્તિ જોવા મળતી નથી.
એવામાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં મુકેશ અંબાણીએ એક ખાસ હોસ્પિટલ શરૂ કરી છે. જેનું સંચાલન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી દ્વારા કરવામાં આવશે. જાણવા મળ્યું કે 1 નવેમ્બર 2022 ના રોજ ટીના અંબાણીએ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ના નામ પરથી એક ભવ્ય હોસ્પિટલ ને લોન્ચની તસવીરો તેના instagram હેન્ડલ ઉપર શેર કરી હતી. જેમાં ટીના અંબાણી સાથે હોસ્પિટલનો સ્ટાફ જોવા મળે છે.
પરંતુ ખાસ વાત તો એ છે કે આ શુભ પ્રસંગે મુકેશ અંબાણી કે તેનો કોઈ પરિવાર આ કાર્યક્રમમાં સામેલ થયેલો જોવા મળતો નથી. ટીના અંબાણીએ મુકેલા ફોટામાં જોઈ શકાય છે કે તેને આ પ્રસંગે તેના સસરા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી ની તસ્વીર મૂકેલી છે અને પરિવારના ઇષ્ટદેવ શ્રીનાથજી અને ગણેશ ભગવાન ની તસ્વીર પણ મૂકેલી છે. સાથોસાથ શ્રીનાથજીની પૂજા અર્ચના કરી હોસ્પિટલ નો શુભારંભ કર્યો હતો.
ટીના અંબાણીએ તસવીરો શેર કરતા લખ્યું કે શહેરની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એક નવી સવાર ભવિષ્ય માટે તૈયાર છે ઇન્દોરમાં અમારું સોફ્ટ લોન્ચ એ અમારી પરિવર્તનકારી સ્વાસ્થ્ય યાત્રાનું આગળનું પગલું છે જાદુઈ ઉર્જા અને હવામાં હૃદયનું સ્વાગત કરો આભાર ઇંદોર અમે તમારી સેવા કરવા તૈયાર છીએ.
આમ આ હોસ્પિટલ મુકેશ અંબાણીએ તેના પિતાના નામ ઉપરથી શરૂ કરેલી જોવા મળે છે. મુકેશ અંબાણી દીન પ્રતિદિન તેની સંપત્તિમાં વધારો કરતા રહ્યા છે અને તે આજે ખૂબ જ ધનિક વ્યક્તિઓમાં એક છે. તેનું માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધનિક લોકો ની યાદીમાં સમાવેશ થાય છે તે અને તેનો પરિવાર ખૂબ જ આલિશાન રીતે જીવન જીવી રહ્યો છે અને દુનિયાની તમામ ખુશીઓની તે ખરીદી કરી શકે તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!