મતદાન માટે જાગૃતિ લાવવા ગુજરાતી પરિવારે છપાવી અનોખી કંકોત્રી કંકોત્રી માં એવું લખ્યું કે જાણી ને તમે પણ,
આપણા ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ખૂબ જામી ગયો છે. મોટા મોટા નેતાઓ ગુજરાતના આટા ફેરવો કરવા લાગ્યા છે. બધા પક્ષો એ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. તો દિવાળી ગઈ હોય અને લગ્નની સિઝન ના મુહરતો પણ શરૂ થઈ ગયા હોય એવામાં લગ્ન અને ચૂંટણી બંને એકસાથે જોવા મળે છે.
આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. પહેલી ડિસેમ્બર થી લગ્નના કાર્યો પણ શરૂ થવા જઈ રહ્યા છે. એવામાં હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવી કંકોત્રી સામે આવી છે કે જેને જોઈને લોકો ચોકી ગયા છે. જુનાગઢ માં રહેતા જયંતીભાઈ કાચા ની પુત્રી રિયા ના લગ્ન બે ડિસેમ્બરના રોજ થવાના છે અને જૂનાગઢમાં પણ પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તો લગ્નની કંકોત્રીમાં જયંતીભાઈના પરિવાર લોકોએ એવું સ્પષ્ટપણે લખાવ્યું કે,
પહેલા મતદાન કરો પછી જ લગ્નમાં પધારશો. મતદાન માટે જાગૃતિ આવે તે માટે આ કંકોત્રીમાં આવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી કંકોત્રી જુનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને સંબોધીને પણ મોકલવામાં આવી છે. કંકોત્રીમાં જોઈ શકાય છે તેમ બંને તરફ સિંહનો મેસ્કોટ લગાવવામાં આવેલો છે જેના થકી લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે લોકો બહોળી પ્રમાણમાં મતદાન કરે.
કંકોત્રીમાં લખ્યું છે કે હું તમને અપીલ કરું છું કે આપનો કિંમતી મત આપીને લોકશાહીને મજબૂત બનાવો. આમ આ કંકોત્રી ના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ કંકોત્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જેંતીભાઈના પરિવાર દ્વારા જે રીતે કંકોત્રી પસંદ કરવામાં આવી તે ખૂબ જ કાબીલેતારીફ કહી શકાય. આ કંકોત્રી દ્વારા જયંતીભાઈ નો પરિવાર મતદાન માટે સૌ કોઈ લોકોને અપીલ કરી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!