ચંદન ના લાકડા ની ચોરી કરવા ‘અલ્લુ અર્જુન’ જેવા વાળ કર્યા મુવી ની જેમ કરતા હતા ચોરી પરંતુ થયું એવું કે, જાણો વિગતે.

આપણા ભારતમાં થોડા સમય પહેલા પુષ્પા નામની મુવી રિલીઝ થઈ હતી. પુષ્પા નો હીરો એટલે અલ્લુ અર્જુન આ મુવી એટલું બધું લોકોને પસંદ આવ્યું હતું કે આ મુવીના એક એક ડાયલોગ લોકોને મોઢે થઈ ગયા હતા. પરંતુ મુવી આપણને ખ્યાલ છે તેમ ચંદનના લાકડાની ચોરી ઉપર આધારિત હતું. પુષ્પા મુવી જેવી જ સ્ટોરી આપણા ગુજરાતના બનાસકાંઠામાં ત્રણ યુવાનોએ રિયલ લાઇફમાં અપનાવી અને તે લોકો પુષ્પા મુવી ની જેમ જ ચંદનના લાકડાઓની ચોરી કરતા હતા.

જેની ધરપકડ સાબરકાંઠા ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી લીધી છે. જ્યારે પોલીસ સંઘન ચેકિંગમાં હતી એ દરમિયાન ઈડર ભિલોડા હાઇવે પર મોહનપુર ફાટક પાસેથી ત્રણ બાઈક સવાર પસાર થતા હતા. પોલીસને શંકા જતા તેને અટકાવ્યા હતા. જેમાંથી એક બાઈક સવારના વાળ પુષ્પા મુવી ના હીરો જેવા હતા તો આ યુવકે જે શર્ટ પહેર્યો હતો તેમાં પુષ્પા મુવી નું નામ લખેલું હતું અને આ શર્ટમાં પુષ્પા મુવીના હીરો અલ્લુ અર્જુન નો ફોટો પણ લગાવેલો હતો.

પોલીસને આ બાબતે શંકા જતા તેની તપાસ કરતા તે યુવકોના પેન્ટના બેલ્ટની અંદર રોલ કરીને સંતાડવામાં આવેલી કર્વતની ચાર બ્લેડ મળી આવી હતી. તો હાથાથી અલગ કરેલી કુહાડી અને કોદાળી પણ મળી આવી હતી. ત્રણેય એ કબૂલ કર્યું કે તે લોકો ચંદનના લાકડાની ચોરી કરતા હતા. ત્રણેય યુવાનો મધ્યપ્રદેશના રહેવાસી છે. જે રુદ્રાક્ષ અને કટલેરી વેચવાના બહાને ખુલ્લા મેદાનમાં ઝૂંપડા બાંધીને રહેતા હતા અને ચંદનના વૃક્ષોને કાપીને તેને ઉત્તર પ્રદેશના કનોજમાં રહેતા સમીર નામના શખ્સને વહેંચી દેતા હતા.

પુષ્પા મુવીની જેમ જ તે લોકો ચોરી કરીને લાકડાઓને સંતાડતા હતા. આ લોકો અમુક લાકડાઓ પોતાની સાથે લઈ જતા હતા તો અન્ય લાકડાઓને ખાડો ગાળીને તેમાં સંતાડી દેતા હતા અને લાગ મળે તે લોકો તેને કાઢીને વહેંચી દેવાનો ધંધો કરતા હતા. ત્રણેય આરોપી એ સાત ગુનાની કબૂલ કરી લીધી હતી અને આરોપીઓ એ અંદાજે 15 લાખ રૂપિયાના ચંદનની ચોરી કર્યાની કબુલાત પણ કરી હતી.

જેમાંથી 4.4 લાખની રિકવરી કરવામાં આવેલી છે. આમ આ યુવકો એ જે પોતાનું મગજ વાપર્યો છે તેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે. થોડા સમયથી સાબરકાંઠાની આજુબાજુના વિસ્તારમાંથી પોલીસને અનેક ફરિયાદો મળતી હતી. ત્યારબાદ પોલીસે આ બાબતે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *