સોનું અને ચાંદી ખરીદવાનો સમય આવી ગયો? જાણો નવા ભાવ આજના ભાવ જાણીને તમે પણ વિચારશો કે સોનાની ખરીદી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને દુનિયામાં એક ધારો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ થી લઈને તમામા વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલ અને ગેસ ના ભાવ સાથો સાથ શાકભાજી ના ભાવો પણ આસમાને પહોચી ગયા છે. આ ભાવ વધારાના કારણે લોકો પરેશાન છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ફરી એક વખત લગ્નનો સમયગાળો શરુ થવા જઈ રહ્યો છે.

લગ્નના સમયગાળા ને લઈને સોના ચાંદી ની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ઈચ્છા સોના અને ચાંદી ને ખરીદવાની હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સોના ચાંદની ભાવ ઘણા જ વધુ હોવાથી દરેક વ્યક્તિ સોના ને ખરીદી શકતા નથી. તેવામાં જો તમે પણ સોનાના ભાવ ને લઈને ખરીદી અંગે રાહ જોઈ રહ્યા છો તો આ આર્ટીકલ તમારા માટે છે.

સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે પીળી ધાતુના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી હાલમાં સોનાના ૨૨ કેરેટ ના ૧૦ ગ્રામ નો ભાવ ૫૦.૦૨૦ રૂપિયા છે જયારે આજ ભાવ ૨૪ કેરેટ માટે ૫૨,૫૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ માટે છે. આમ પીળી ધાતુએ પોતાની ચમક માં ખાસ્સો વધારો કર્યો નથી.

હવે જો વાત બીજી અમુલ ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે ચાંદી ના ભાવમાં મોટા પાયા પર ફેરફાર જોવા મળ્યો છે હાલમાં ચાંદી ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સાથે એક કિલો ચાંદી નો ભાવ રૂપિયા ૭૪,૪૦૦ રૂપિયા સુધી પહોચી ગયું છે. આમ સોના અને ચાંદીના ભાવમાં આજનો દિવસ ખરીદનાર માટે ખાસ છે.

જો વાત કરીએ સોનાના ઘરેણાં વિશે તો જાણકારી માટે જણાવી દઈએ કે દરેક પ્રકારના સોનાના દાગીના 18 અથવા તો 22 કેરેટના બનેલા હોઈ છે કારણ કે 24 કેરેટ સોનામાં એટલી શુદ્ધતા હોય છે કે તેની જ્વેલરી ન બની શકે આ ધાતુ 24 કેરેતે ઘણી નરમ બની જાય છે. જણાવી દઈએ કે 22 કેરેટ સોનામાં 91% શુદ્ધતા હોય છે, જ્યારે 9% ટકા અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે જેની સાથે ચાંદી, તાંબુ, જસત વગેરે જેવી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ, 24 કેરેટ સોનામાં 99.9% શુદ્ધતા હોય છે, જેના કારણે ઘરેણાં બનતા નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.