India

કરુણ બનાવ- સ્યુસાઇડ નોટ માં કહ્યું, જીવવાની તો ખુબ ઇરછા છે પણ..લેણું ન ભરી શકવાને કારણે સહ-પરિવાર આપઘાત કરી લીધો.

Spread the love

આપણા સમાજ માંથી રોજબરોજ આપઘાત ના અનેક કેસો સામે આવતા રહે છે. લોકો આર્થિક સંકડામણ થી કંટાળીને આખરે આપઘાત કરી બેસતા હોય છે. ક્યારેક માથે લેણું ખુબ વધી જતા આખરે મોત ને ભેટતા હોય છે. એવો જ એક કેસ હાલ ઇન્દોર થી સામે આવ્યો છે. જેમાં એક યુવાન ના માથે લેણું વધી જવાના કારણે તેને સહ-પરિવાર આપઘાત કરી લીધો હતો. જેમાં તેણે પહેલા તેની પત્ની અને તેના બે બાળકો ને ઝેર આપી ને મોત ને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હતો.

આ ઘટના ઇન્દોર થી સામે આવી છે. જેમાં ખાનગી ટેલિકોમ કંપની માં કામ કરતા અમિત યાદવે ઓનલાઇન એપમાંથી લોન લીધી હતી. જેના બાદ તે લોન ના હપ્તા ભરી શકતો ન હતો. આથી તેણે પહેલા તેની પત્ની ટીના, તેના એક વર્ષ ના પુત્ર દિવ્યાંશ અને તેની ત્રણ વર્ષ ની પુત્રી યાના ને ઝેર આપી મોત ને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ તેણે પહેલા ચેક કર્યું કે, તે ત્રણેય મૃત્યુ પામ્યા છે કે નહિ? ત્યારબાદ તે પોતે ફાંસો ખાઈ ને મૃત્યુ ને વ્હાલું કર્યું હતું.

આ બાબતે તેનૅ મૃત્યુ પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે કહ્યું કે, તેણે ઓનલાઇન એપ મારફતે લોન લીધેલ છે. આ લોન તેણે પોતાના પાન કાર્ડ પર લીધેલ હતી. આથી જો લોન લેનાર મૃત્યું પામે તો લોન ની કોઈ પણ રકમ ચુકવવાની હોતી નથી. આથી તેણે આ પગલું ભર્યું હતું. સાથે તેણે કહ્યું કે, તેને માતા-પિતા અને સાસુ-સસરા ખુબ જ સારા મળ્યા પણ તે જ ખરાબ હતો.

તેણે કહ્યું કે, જીવવાની તો ખુબ જ ઇરછા છે પણ બદનામી ના કારણે તે જીવી શકે તેમ નથી. તેણે તેના નાના ભાઈ વિષે લખ્યું કે, તે એક વાર જરૂર મોટો માણસ બનશે. તે હસતા હસતા તેનું છેલ્લું મોઢું જોવે. સાથે તેણે સ્યુસાઇડ નોટ માં લખ્યું કે, તેના બેન્ક ના ખાતા માં માત્ર 850-રૂપિયા છે. તે તેનો સાથ આપનાર મિત્રો અને સાગા ને ટ્રાન્સફર કરે છે. વધુ માં કહ્યું કે, તેના મૃત્યુ બાદ કોઈ અંદરોઅંદર ઝગડો ના કરતા નહીં તો તેના આત્મા ને દુઃખ થશે. આમ આવી કરુંણ નોટ લખી હતી. આ બાબતે ઇન્દોર પહોંચેલા ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા એ આ બાબતે વધુ તપાસ ના આદેશ આપ્યા હતા. અને જો સાચું જણાય તો મૃતક ને ન્યાય મળે તેવી જાહેરાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *