Categories
India National

અન્નદાતા ખેડૂતનું અનોખું સન્માન!૩૩ વર્ષ જુના ટ્રેક્ટર પર કરવાયો ૬ લાખ નો ખર્ચ જે બાદ કર્યું એવું કે જાણીને..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ  જાણીએ છીએ કે મનુષ્ય ને જીવન જીવવા માટે ખોરાક ની જરૂર પડે છે વગર ખોરાક મનુષ્ય નું જીવન શક્ય નથી તેવામાં આપણા જીવનમાં અન્ન નું ઘણું મહત્વ છે આપણે ત્યાં તો વર્ષોથી અન્નને ભગવાન તરીકે પૂજવામાં આવે છે તેવામાં આપણા સુધી અન્ન પહોચાડનાર વ્યક્તિઓ પણ ભગવાનના માણશોજ છે અન્ન પહોચાડનાર વ્યક્તિ એટલે ખેડૂત આપણેસૌ જાણીએ છીએ કે અન્ન નું ઉત્પાદન કરવું કોઈ સહેલી બાબત નથી તેવામાં ખેડૂતો દ્વારા જે મહેનત અને પરિશ્રમકરવામાં આવે છે તેના કારણે જ આપણેપેટ ભરીને જમીશકીએ છીએ.

ખેડૂતની આવીજ મહેનત ના કારણે તેમનું સન્માન કરવું આપણી ફરજ છે. તેવામાં આપને અહી એક આવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક વ્યક્તિએ ઘણી જ અનોખી રીતે સન્માન કર્યું છે આપણેસૌ જાણીએ છીએ કે માનવી અનેક જરૂરિયાત ધરાવે છે. આવી જરૂરિયાત ને પૂર્ણ કરવા તે અનેક વસ્તુઓ નો ઉપયોગ કરે છે. જોકે એક વખત જરૂરિયાત પૂરી થઇ ગયા પછી વ્યક્તિ તે વસ્તુને જવાદે છે.

જોકે દરેક વ્યક્તિ આવી હોતી નથી. અમુક વ્યક્તિઓ એવી પણ હોઈ છે કે જેમને પોતાની વસ્તુઓ પ્રત્યે ઘણો લગાવ હોઈ છે તેમાં પણ પોતાની જૂની વસ્તુઓ પ્રત્યે તેઓ પોતાની ઘણી જૂની વસ્તુઓ અને પોતાનું ગુડ લક માનેછે અને આવી જૂની વસ્તુઓ રાખી મુકે છે. હાલમાં એક આવો જ બનાવ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં એક વ્યક્તિએ પોતાના જુના ટ્રેકટરનેઘરની છત પર મુક્યું છે તો ચાલો આ આ આખી ઘટના વિશે જાણીએ.

આ બનાવ અનુપમગઢ તાલુકામાં આવેલા રામસીહપુર વિસ્તારમાં આવેલા એક ગામનો છે. અહી ગામમાં ૫૮ જીબી માં રહેતા એક અંગ્રેજ શિહ દ્વારા તેમના ઘરની છત પર ટ્રેક્ટર મુકવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અંગ્રેજ શિહ છેલ્લા ૩૦ વર્ષથી અમેરિકામાં રહે છે.જ્યાં તેમની ૩ પીઝાની દુકાન છે હાલમાં જ તેઓ પોતાના ગામ આવ્યા હતા. ત્યારે તેમણે વડીલો અને ખેડૂતો ને સન્માન આપવાનું વિચાર્યું.

તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલ હતો. અને તેમના વડીલ આ ટ્રેક્ટર દ્વારા ખેતી કરતા તેમની પાસે આશરે ૩૩ વર્ષ જુનું એક ટ્રેકટર હતું, જણાવી દઈએ કે દરેક ખેડૂત માટે ટ્રેક્ટર હોવું તે સન્માન ની બાબત માનવામાં આવતી. જોકે આ ટ્રેકટરનેઘણા સમયથી ઉપયોગમાં નલેતા તેને રીપેર કરાવવામાંઆવ્યું કે જેમાં આશરે ૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો જે બાદ ટ્રેક્ટર માં દેન્તિંગ, પેઇન્તિન્ગ ઉપરાંત લાઈટીંગ કરાવવામાં આવ્યું સાથો સાથ મ્યુઝીક સીસ્ટમ પણ લગાવવામાં આવ્યું.

જે બાત આ ટ્રેકટરને તેમણે પોતાની ઘરની છત પર ત્રીજે માળે મુક્યું. આ ટ્રેક્ટર ને લોકો દુરથી પણ જોઈ શકે છે. રાત્રીના સમયે લાઈટ શરુ થતા ટ્રેક્ટર ચમકે છે NRIના આ નિર્ણય થી તેમના ૮૫ વર્ષના કાકા સરદાર ગજન શિહ ઘણા ખુશ છે. અને આ કામના વખાણ પણ કરે છે. જણાવી દઈએ કે આ ટ્રેકટરને રીમોટ વાળું બનાવવામાં આવ્યું છે કે જેથી તેને ઘરની નીચેથી પણ શરુ કરી શકાય કે જેથી ટ્રેક્ટર બગાડે નહિ

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *