ગ્રીષ્મા ને શ્રધાંજલિ આપતા તેની બહેને એવું ગીત ગાયું કે, ત્યાં બેસેલા બધા લોકો ની આંખો માંથી ચોધારે આંસુ વહેવા લાગ્યા.

ગુજરાત ના સુરત નો કેસ ગ્રીષ્મા હત્યા કેસ. ખુબ જ ચર્ચિત કેસ જેમાં 12 ફેબ્રુઆરી ના રોજ ગ્રીષ્મા હત્યા કરી નાખવામાં આવી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં જાહેર માં ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા ની હત્યા ગળું કાપીને કરી નાખવામાં આવી હતી. આરોપી ફેનિલ ને હાલમાં જ ફાંસી ની સજા કરવામાં આવી છે.

 

આરોપી ફેનિલ ને ફાંસી ની સજા થતા જ નિર્દોષ ગ્રીષ્મા ને ન્યાય મળ્યો છે. એકતરફી પ્રેમ માં પાગલ ફેનિલે ગ્રીષ્મા ની હત્યા કરી નાખી હતી. આરોપી ને ફાંસી ની સજા થતા પરિવાર ને અને ગ્રીષ્મા ને ન્યાય મળ્યો. આરોપી ને ફાંસી ની સજા થતા ગ્રીષ્મા ના પરિવાર દ્વારા ગ્રીષ્મા ને શ્રધાંજલિ આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. અને પોલીસ ના કર્મચારીઓ એ જે મદદ કરી તેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમ માં પોલીસ સ્ટાફ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ હાજરી આપી હતી. શ્રધાંજલિ સમયે ગ્રીષ્મા ની બહેને ગ્રીષ્મા ને શ્રધાંજલિ આપવા માટે સુંદર ગીત તેરી લાડકી ગાયું હતું. પણ ગીત શરુ કરતા જ બહેન ની આંખો માંથી ચોધારે આંસુ વહેવા લાગ્યા અને પિતા ને ગળે વળગી પડી. અને ગીત પણ પૂરું કરી શકી નહિ. ગ્રીષ્મા ના પરિવાર વ્હાલી ગ્રીષ્મા ને યાદ કરી ને બસ રડી જ રહ્યા હતા.

 

ત્યાં બેઠેલા બધા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. ગ્રીષ્મા બધા ને છોડી ને ચાલી ગઈ તેનું બધા ને ખુબ જ દુઃખ હતું. અને આ સાથે પોલીસે જે સપોર્ટ કર્યો તેની માટે તેનો આભાર માનવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઝડપી તપાસ કરી ને જલ્દી આરોપી ને સજા થયા તેવી કાર્યવાહી કરી હતી. અને પરિવાર ની વ્હાલી દીકરી ને આખરે ન્યાય મળ્યો હતો.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published.