ટીવી અભિનેતા ‘કરણ પાહવા’ એ શેર કરી તેની પત્ની ની બેબી-શાવર ની ખાસ તસ્વીર રોમેન્ટિક અંદાજ માં જોવા મળ્યું કપલ જુઓ તસ્વીર.

પ્રખ્યાત ટીવી સીરીયલ yeh rishta kya kehlata hai અને cid જેવી ટીવી સીરીયલ માં કામ કરેલા અભિનેતા એટલે કરણ પાહવા કરણ પાહવા તેના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા ઉપર અપડેટ રહેતા હોય છે. તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો વર્ષ 2018માં કરણે રાજમિત્રા સાથે સગાઈ કરી હતી. માર્ચ 2019 માં બંને એ લગ્ન કરી લીધા. લગ્નના ચાર વર્ષ થયા એવામાં કરણ અને તેની પત્ની રાજમિત્રા માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

આ બાબતે સુપ્રિયા રાજમિત્રાએ તેના instagram હેન્ડલ એકાઉન્ટ ઉપર વીડિયો શેર કરીને તેના ચાહકોને તેના બેબી સાવરની સેરેમની વિશે જણાવ્યું હતું. જેનો વિડીયો અને ફોટા ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આ વીડિયોમાં સુપ્રિયાના એ બાંધણી અનારકલી આઉટ ફીટ પહેરેલો છે જે તે મા સુંદર લાગી રહી છે અને તે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તો તેના પતિ કરણ આછા ગુલાબી રંગનું શર્ટ અને પેન્ટ પહેરેલું જોવા મળે છે.

ફોટોમાં જોઈ શકાય છે તેમ બંનેના ચહેરા ઉપર ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ખુશીની લાગણી જોવા મળે છે અને બંને એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર કપલે તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે, બાળક હોવું એ તમારા જીવનસાથી અને બાળક બંને સાથે ફરીથી પ્રેમમાં પડવા જેવું છે. તેમના આ ફોટાઓને ચાહકો દ્વારા ખૂબ જ લાઈક કરવામાં આવી રહ્યા છે અને ચાહકો તેમના ફોટા ઉપર ખૂબ પ્રેમ વરસાવતા જોવા મળે છે.

તો અન્ય લોકો દંપતીને આ શુભ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળે છે. ટૂંક સમયમાં જ હવે દંપત્તિ માતા પિતા બનવા જઈ રહ્યા છે. આમ કરણ પાહવા પોતાના અંગત જીવનને લઈને ખાસ એવો ચર્ચાનો વિષય રહે છે. તેને ઘણી બધી ટીવી સિરીયલોમાં કામ કરેલું જોવા મળે છે. તેના ચાહકોની સંખ્યા પણ ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *