31-ડિસેમ્બર ના રૂઝાન આવવાના શરુ ! નશા માં ટલ્લી બે મહિલા દમણ ના રસ્તા પર બાખડી પડી, જુઓ વિડીયો.
વર્ષ 2022 નો અંત થવા જઈ રહ્યો છે. કાલે 31 ડિસેમ્બર હોય લોકો 31 ડિસેમ્બરની ઉજવણી માટે મોટી સંખ્યામાં નશો કરતા હોય છે. પોલીસ દ્વારા પણ ગુજરાતની બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાંથી પકડાતો હોય છે. ક્યારેક લોકો એટલો બધો નશો કરી બેસતા હોય છે કે તે સરખા ચાલી પણ શકતા હોતા નથી.
ગુજરાતના દમણ માંથી એક એવો જ વિડિયો સામે આવ્યો છે. નશામાં ધૂત બે મહિલાઓ દમણના રસ્તા ઉપર બાખડી પડી હતી. વધુ વિગતે વાત કરીએ તો વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે તેમ દમણમાં બે મહિલાઓ નશામાં ટલ્લી થઈ ચૂકી હતી અને પૈસાની લેતી દેતી બાબતે જાહેર રસ્તા ઉપર એકબીજાના વાળ પકડીને બાખડી રહી હતી. આજુબાજુ માંથી પસાર થતાં લોકો મહિલાઓનો વિડીયો બનાવી રહ્યા હતા.
થોડા સમય સુધી કોઈ છોડાવવા આવ્યું ન હતું પરંતુ થોડા સમય પછી કેટલાક લોકો વચ્ચે પડ્યા અને મહિલાઓને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યા હતા. એવામાં પોલીસને જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી અને ભારે મુસીબત પછી મહિલાઓને શાંત કરવામાં આવી હતી. આવા નશામાં ટલ્લી થયેલા લોકો જાહેર રસ્તાઓ ઉપર પણ મારામારી કરતા હોય છે.
View this post on Instagram
ભારતમાં અને ગુજરાતમાંથી 31 ડિસેમ્બરની પાર્ટીને લઈને લોકો ક્લબમાં પણ લાખોનો રૂપિયા નો દારૂ ગટગટાવી જતા હોય છે અને 31 ડિસેમ્બરની પાર્ટીનું મોટાપાએ આયોજન થતું હોય છે. સરકાર દ્વારા આ બાબતે દર વર્ષે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતવાસીઓ ગટગટાવી જતા હોય છે. આ વીડિયો જોઈને લોકો ભારે નિંદા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!