આપણે આપણા જીવનમાં ઘણી વખત સાંભળ્યું હશે કે આપણા જેવો ચહેરો અને આપણા જેવું શરીર ધરાવતા વિશ્વમાં સાત લોકો એક સરખા હોય છે. પરંતુ આ વાત કેટલી સત્ય છે અને કેટલી ખોટી એ તો કહી ના શકાય. પરંતુ હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે પણ કન્ફ્યુઝ થઈ જશે કે અસલી કોણ અને નકલી કોણ.
આપણે વાત કરીએ બોલીવુડના એક સમયના મહાન અભિનેતા ગોવિંદાની આજકાલ ગોવિંદો મુવીમાં તો જોવા મળતો નથી પરંતુ તેના ચાહકોની સંખ્યા સૌથી વધારે છે. ગોવિંદાની વાત કરવામાં આવે તો તેને એકથી એક ચડિયાતી મુવીમાં કોમેડી થી બધા જ પ્રકારના રોલ ભજવેલા છે. હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવિંદા ની સામે એક એવો વ્યક્તિ આવી ચડ્યો કે તે સેમ ટુ સેમ ગોવિંદા જેવો જ લાગી રહ્યો હતો અને બંનેનો દેખાવ એક સરખો લાગી રહ્યો હતો.
આ વિડિયો પાંચ નવેમ્બર 2022 નો છે. જાણવા મળ્યું કે સાચો ગોવિંદો તેની પત્ની સુનિતા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આજ સમયે તેનો હમશકલ ગોવિંદો તેની પાસે આવે છે અને તેને ફૂલનો ગુલદસ્તો આપે છે. આ જોતાની સાથે જ એરપોર્ટ પર હાજર લોકો પણ ચોકી ઉઠ્યા હતા અને વિડીયો જોવા વાળા લોકો હજુ પણ મૂંઝવણમાં મુકાયેલા છે કે આમાંથી સાચો ગોવિંદો કોણ છે.
તો તમને જણાવી દઈએ કે બ્લેક પેન્ટ અને બ્લેક ચશ્મા પહેરેલા ગોવિંદ તો સાચો અને સુટ સાથે આવેલો ગોવિંદદો તેનો હમશકલ છે. આમ આ વિડીયો શેર થતાની સાથે જ લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લાઈક કરી રહ્યા છે જે નકલી ગોવિંદો છે તે અસલી ગોવિંદાની પાસે આવીને પગને સ્પર્શ કરે છે ત્યારબાદ બંને વાતચીત કરતા જોવા મળે છે અને એરપોર્ટ ઉપર બંને ખૂબ સુંદર રીતે પોસ આપીને ફોટા પણ પડાવેલા જોવા મળે છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!