કાળજું કંપાવતી બે ઘટનાઓ ! એકસાથે ત્રણ બાળકો પાણી ભરેલા ખાડા માં પડતા જ…
ગુજરાત માં વરસાદી માહોલ જામવા લાગ્યો છે. એવામાં ગુજરાત ના બે જિલ્લાઓ માંથી અલગ અલગ એવી ઘટના સામે આવી છે કે. સાંભળતા જ હચમચી જશો. જેમાં અમરેલી જિલ્લામાં એક પરિવાર ના ત્રણ બાળકો ખાડા માં પડી જતા ત્રણેય બાળકો ના મૃત્યુ થયા હતા. અને બીજી એક ઘટના જે વડોદરા થી સામે આવી છે. જ્યાં એક નાની બાળકી વરસાદ બાદ વીજળી ના થાંભલાને અડકી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
1) વરસાદી માહોલ ની વચ્ચે આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, અમરેલી જિલ્લા ના ખંભાળિયા ગામે એક પરપ્રાંતીય ખેડૂત પરિવાર ખેતી નું કામ કરી ને ઘરે જય રહ્યો હતો. જેમાં ત્રણ બાળકો પરિવાર ની પાછળ પાછળ ચાલતા હતા. આ સમયે બાળકો નો પગ એક પાણી ભરેલા ખાડા માં લપસી ગયો.
ઊંડા પાણી માં ત્રણેય બાળકો ગરકાવ થવા લાગ્યા હતા. પરિવાર આગળ આગળ ચાલતો હતો. આથી તેને ખ્યાલ જ ના રહ્યો કે આ ઘટના બની. ખાડા માં પડતા જ ત્રણેય બાળકો ના મોત થયા હતા. પરિવાર માં ભારે માતમ છવાય ગયો હતો. મરનાર બાળકો માં નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (10-વર્ષ), સમીરભાઈ રાકેશભાઈ પારધી (5-વર્ષ) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (7-વર્ષ) નામ જાણવા મળ્યું હતું. લોકો એ ખાડા માંથી બાળકો ને કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ત્યાં સુધી માં મોડું થઇ ગયું હતું.
2) બીજી એક ઘટના ની વાત કરવામાં આવે તો વડોદરા ના સંતરામપુર થી સામે આવી છે. જેમાં એક 5 વર્ષ ની બાળકી પોતાના ઘર બહાર રમી રહી હતી. આ સમયે બાળકી અચાનક જ એક વીજળી ના પોલ ને અડકી ગઈ હતી. વરસાદ ના કારણે થાંભલા માંથી કરન્ટ પસાર થતો હતો. બાળકી જેવી પોલ ને અડી કે તે બુમાબુમ કરવા લાગી. લોકો એ બહાર આવીને લાકડીઓ વડે બાળકી ને મુક્ત કરાવી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકી ને સારવાર મળતા હવે તેની તબિયત સારી છે. ઘટના ની ભારે ચકચાર થવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!