India

ચેતવણી સમાન કિસ્સો! દાદા દાદી પાસે રમતો બે વર્ષનો બાળક અચાનક આવી રીતે મૃત્યુ પામ્યો ઘટના જાણી..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક પરિવાર માટે તેમનું બાળક ઘણી ખુશીઓ લઈને આવે છે આપણે ત્યાં બાળક ને ભગવાન નું રૂપ માનવામાં આવે છે. બાળક ના આવવાની સાથે જ પરિવારમાં ખુશીઓ ફેલાઈ જાય છે જોકે બાળક ના જન્મ બાદ દરેક વ્યક્તિઓ ને બાળક ની ખાસ સાંભળ રાખવી પડે છે કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે શરૂઆત માં બાળક પાસે સારા ખરાબની કોઈ માહિતી હોતી નથી.

જેના કારણે કોઈ નાબનવાની ઘટના ન બની જાય તે સતર્ક રહેવું પડે છે. હાલમાં બાળક ને લઈને આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં બે વર્ષના બાળક ના મૃત્યુ ના કારણે પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ભરતપુરના કમાન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલ એકતા ગામની છે. કે જ્યાં બે વર્ષનુ બાળક મૃત્યુ પામ્યું છે.

જો વાત મૃતક બાળક અંગે કરીએ તો તેનું નામ નિશાંત છે જણાવી દઈએ કે નિશાંત પિતા ટ્રક ડ્રાઈવર હોવાથી તેઓ ઘર થી ઘણા દૂર હતા. નિશાંત ના દાદા ને બે ઘર છે જેના કારણે બીજા ઘરમાં કામ હોવાથી નિશાંત માતા બાળક ને દાદા દાદી પાસે મૂકી ગઈ હતી.

દાદા દાદી બંને નિશાંત સાથે રમતા હતા અને જમાદતા હતા તેવામાં અચાનક નિશાંત રમતા રમતા ઘરની પાસે આવેલા પશુઓ માટે બનાવેલ વરંડામાં ચાલ્યો ગયો જે ની જાણ દાદા દાદી ને રહી નહીં અને રમતમા ને રમત માં ત્યાં પ્રાણીઓ માટે રાખવામાં આવેલા પાણીના અઢી ફૂટના ટબમાં ડૂબી ગયો.

ઘણો સમય થઈ ગયા છતાં બાળક નો આવાજ ના આવતાં જ્યારે દાદાએ જોયું તો બાળક નો પાણીમાં હતો જે બાદ તુરંત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હાલમાં ઘટના ને કારણે પરિવાર અને સમગ્ર પંથક માં દુઃખનો માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *