દ્વારકા ના ગોમતી ઘાટ નજીક પંચકોઈ વિસ્તાર મા બે યુવાનો ની ડૂબવાની હચમચાવતી ઘટના સામે આવી જેમાંથી …જુઓ વિડીયો.
હાલમાં ગરમી નો પારો દિનપ્રતિદન વધી રહ્યો છે. ગુજરાત માં ગરમી નો પારો 40-ડિગ્રી ને આસપાસ નોંધાતો જોવા મળે છે. એવામાં લોકો ગરમી થી બચવા માટે દરિયાકિનારા નો સહારો લેતા જોવા મળે છે. એવામા પણ ગુજરાત માં સૌથી વધુ પર્યટકો ની ભીડ દરિયાકિનારે ભારે જામતી હોય છે. અને લોકો ઉનાળા ની ગરમી થી બચવા દરિયામાં ન્હાવા પડે છે. પણ ક્યારેક ન્હાવા પડેલા લોકો ની ડૂબવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.
ગુજરાત માં દ્વારકા ના ગોમતી ઘાટ નજીક પંચકોઈ વિસ્તાર મા મહેસાણા ના 5-યુવાનો ન્હાવા પડ્યા હતા. ન્હાવા પડેલા આ યુવાનો માંથી અચાનક જ બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. ડૂબતા યુવાનો ને જોઈ ને સ્થાનિક તરવૈયા દ્વારા યુવાનો ને બચાવવા દરિયામાં પડ્યા હતા. જેમાંથી એક યુવાન ને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.
પરતું ડૂબતા યુવાનોમાંથી 14 વર્ષ ના કાર્તિક સોલંકી ની ભાળ હજુ સુધી મળી નથી. જેની શોધખોળ હજુ સુધી કરવામાં આવી રહી છે. આ ઘટના ની જાણ ફાયર સ્ટાફ ને થતા તેની ટિમ યુવાન ની શોધખોળ માટે પહોંચી હતી. ગુજરાત માં આવી ઘટનાઓ બહોળા પ્રમાણ માં સામે આવતી હોય છે. હમણાં થોડા સમય પહેલા જ સુરત ના દરિયાકિનારે થી ડૂબવાની ઘટના સામે આવી હતી. લોકો ને તરત ન આવડતું હોય છતાં પણ દરિયાના પાણી માં ન્હાવા પડતા હોય છે. અને ઊંડા પાણી માં ગરકાવ થઇ જતા હોય છે. જુઓ વિડીયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!