ખૂંખાર ચિતો કાર ના બોનેટ નીચે એવો ફસાણો કે જોવા વાળા ના તો રુંવાટા બેઠા થઇ ગયા…જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. દેશ વિદેશ ના અનેક વિડીયો લોકો જોઈ ને આનંદ માણતા હોય છે. હાલ એક ચિતા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક ચિતો અચાનક જ રસ્તા પર આવી રહેલી એક કાર પર હુમલો કરી બેસે છે. ત્યારબાદ તો ચિતા અને કાર ચાલક વચ્ચે ખરેખરી નો જંગ જામ્યો હતો.

આ વિડીયો અભનેત્રી રવીના ટંડને તેના ટ્વીટર હેન્ડલ થી શેર કર્યો છે. વિડીયો માં એક ચિતો એક કાર ના આગળ ના બોનેટ ના ભાગ પર અઘરી રીતે ફસાઈ ગયો હતો. એક ચિતો જંગલ બાજુ થી ફરતો ફરતો રસ્તા પર આવી ચડ્યો હશે. એટલે રસ્તા પર દોડી રહેલ એક કાર ની સાથે અથડાય ગયો હોય તેવું લાગી રહ્યું છે. ચિતો કાર સાથે અથડાય ને કાર ના બોનેટ નીચે ફસાય જાય છે.

ચિતો કાર ના બોનેટ ની નીચે થી નીકળી શકતો નથી. કાર ચાલક ચિતા ને મદદ કરવા પોતાની કાર રિવર્સ માં પણ લે છે. છતાં ચિતો ફસાયેલો જ રહે છે. મહામુસીબતે ચિતો બહાર નીકળીયો હતો. અને જેવો બહાર નિકલ્યો કે તરત જ જંગલ તરફ ભાગી ગયો હતો. આ વિડીયો જોતા એવું લાગે કે, કાર વાળા નો તો જીવ જ ઊંચો થઇ ગયો હશે. કાર ને બોનેટ ના નીચે ના ભાગે નુકશાન પણ થયેલું જોવા મળે છે. જુઓ વિડીયો.

આ વિડીયો જોઈ ને સૌ લોકો ચિતા ની ચિંતા કરતા કોમેન્ટો કરે છે. કારણ કે ચિતો જે રીતે ફસાયો હતો તેને જોતા લાગે કે તેને જરૂર નાની મોટી ઈજાઓ તો થઇ જ હશે. અનેક રસ્તાઓ એવા હોય છે કે તે જંગલો ની નજીક થી પસાર થતા હોય છે. આથી ઘણી વાર જંગલી પશુઓ રસ્તા પર આવી ચડતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.